Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ખામર ચોકડી પાસેના ગામઠી ઢાંબામાં રાજપીપળા વન વિભાગના RFO 30,000ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાયબ વન સંરક્ષકની કચેરી.નર્મદા વન વિભાગ,રાજપીપળા ના રેંજ ફોરેસ્ટ ઓફીસર ભરૂચ એસીબીના છટકામાં લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા નર્મદા જિલ્લા વન વિભાગમાં ભારે હલચલ થઈ છે
પ્રાપ્ત માહિતી મુજબ ફરીયાદી લાકડા કાપવાનો કોન્ટ્રાકટ રાખી જુદા જુદા જિલ્લાઓમાં સરકારી જમીનો/જંગલ વિસ્તારમાં લાકડા કાપવાની કામગીરી કરતા હોય તેઓએ નાયબ વનસંરક્ષકની કચેરી નર્મદા વન વિભાગ, રાજપીપલા ખાતે અરજી કરેલ અરજીને લગત સર્વે કરી તુમાર બનાવી આગળ મોકલવા માટે પરેશભાઈ ડાહ્યાભાઈ પટેલ,આર.એફ.ઓ.,નાયબ વન સંરક્ષકશની કચેરી. નર્મદા વન વિભાગ,રાજપીપલા એ સ્થળ પર જઈ સર્વે કરી અભિપ્રાય તૈયાર કરી તેમની ઉપલી કચેરી ખાતે મોકલવા માટે એક અભિપ્રાય દીઠ રૂ।.૧૫,૦૦૦ લેખે બે અભિપ્રાયના રૂ।.૩૦,૦૦૦ની લાંચની માંગણી કરેલી, પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આર.એફ. ઓ પરેશ પટેલે ફરીયાદીને નિશાર રસુલ મેર, લાકડાનો છુટક ધંધો કરનાર (ખાનગી વ્યક્તિ)ને લાંચની રકમ આપવા જણાવતા બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ માંગી સ્વિકારી પકડાઈ જઈ ગુનો કરતા ટ્રેપીંગ અધિકારી, એસ.વી. વસાવા, પી.આઇ., ભરુચ એસીબી પો.સ્ટે.નાઓએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

   
(10:28 pm IST)