Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ :તલોદમાં સૌથી વધુ ચાર ઇંચ, મેઘરજમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો

દહેગામ ખાતે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો : 32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

અમદાવાદ : ગુજરાતમાં 10મી સપ્ટેમ્બરના રોજ પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ચાર ઇંચ જેટલો વરસાદ સાબરકાંઠાના તલોદમાં પડ્યો છે. અરવલ્લીના મેઘરજમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગાંધીનગરના દહેગામ ખાતે ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

(11:54 am IST)