Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

નર્મદાના દેડિયાપાડામાં 9 ઇંચ અને સાગબારામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો : કરજણ ડેમ 12 મીટર વધુ ભરાઈ ગયો

કરજણ ડેમ 24 કલાકમા 58% થી વધીને 79% ભરાયો : ડેમમાં 1195 ક્યુસેક પાણીની આવક :સપાટી હાલ વધીને 109.23 મીટરે પહોચી

નર્મદા જિલ્લાના બે તાલુકાઓ દેડિયાપાડામાં અને સાગબારા તાલુકામા ગઈકાલે ભારે વરસાદ થતાં આ વર્ષે સીઝનના વરસાદનો રેકોર્ડ તોડી નાંખતા આ બન્ને તાલુકાઓમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક વધી જતા કરજણ ડેમ 24 કલાકમાં જ 12 મીટર વધુ ભરાઈ ગયો હતો. કરજણ ડેમ 24 કલાકમા 58% થી વધીને 79% ભરાઈ ગયો છે. કરજણ ડેમની સપાટી હાલ વધીને 109.23 મીટરે પહોચી છે, હાલ કરજણ ડેમમાં 1195 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

કરજણ ડેમ ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે. હાલ ડેમમા સિંચાઈ માટે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ડેમમાથી પાણી છોડવામાં આવતું નથી. બન્ને સ્મોલ હાઇડ્રોપાવર પણ બંધ રાખ્યા હોવાથી હાલ વીજ ઉત્પાદન પણ બંધ છે.

(11:29 pm IST)