Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

લાંભા વોર્ડ વિકાસથી વંચિત : પાણી અને ગટરના ઠેકાણાં નથી : કોર્પોરેટરના નેતૃત્વમાં સબ ઝોનલ કચેરીએ સ્થાનિકોનો હોબાળો

રોડ નવા નહિ બનાવાતા ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન અને પાણીની લાઈનો નખાતી નથી સ્થાનિક મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો

અમદાવાદ :2007ની સાલમાં અમદાવાદ શહેરની હદમાં ભળેલા લાંભા વોર્ડમાં રોડ, પાણી અને ગટરના ઠેકાણાં પડ્યા નથી. શહેરના લાંભા વોર્ડ વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપ સાથે અપક્ષ સ્થાનિક કોર્પોરેટર કાળુ ભરવાડની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં સબ ઝોનલ કચેરીએ પહોંચી મોટી સંખ્યામાં લોકોનો હોબાળો કર્યો હતો. સ્થાનિક મહિલાઓએ લાંભા સબ ઝોનલ કચેરીમાં થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદ શહેરનો સૌથી મોટો વોર્ડ લાંભા છે પણ અહીં ટીપી સ્કીમના રોડ ખુલતા નથી. ટીપી સ્કીમના રોડ ખુલ્યા છે પણ તે કાચા છે. આ સિવાય રોડ નવા બનાવવામાં આવતા નથી. જ્યાં સુધી ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન અને પાણીની લાઈનો નખાતી નથી. આ કારણથી છેલ્લા 13 વર્ષથી લાંભાના નાગરિકોને મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.

આ મુદ્દે આજે કાળુભાઈ ભરવાડની આગેવાનીમાં સબ ઝોનલ કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. તાકીદે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા રજુઆત કરવામાં આવી હતી. આ પહેલા પણ રજુઆત કરાઈ છે પણ સમસ્યાઓ ઉકેલાતી નથી.

(11:34 pm IST)