Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મોટી ભમરી ગામમા નજીવી બાબતે મહિલાને માર મારી ધમકી આપનાર 03 વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટી ભમરી ગામમાં નજીવી બાબતે ઝગડા માં એક મહિલાને માર મારી મારી નાંખવાની ધમકી બાબતે ત્રણ સામે ગુનો દાખલ થયો છે.
  પ્રાપ્ત વિગતો અનુસાર ઉર્મિલાબેન શનાભાઇ વસાવા (રહે. મોટી ભમરી નિશાળ ફળિયુ તા- નાંદોદ )ની ફરીયાદ મુજબ તા. 27 જુલાઈ ના સવારે 10 વાગે તેઓ પોતાના પિયરથી પોતાના ધરે પોતાની દીકરી અમિષાબેનને બોલાવવા માટે ગયેલ એ સમયે પ્રહલાદભાઇ ઉર્ફે સુરેશ ભાઇ લકડીયાભાઇ વસાવાએ જણાવેલ કે તમારે આ ઘરે આવવુ નહી તેમ કહેતા ઊર્મિલાબેને જણાવેલ કે આ અમારુ ઘર છે હૂ આવિશ એમ કહેતા કપીલાબેન પ્રહલાદ ભાઇ વસાવા એકદમ ઉશ્કેરાઇ જઇ ગમે તેમ ગાળો બોલી તેના હાથમાની લાકડી માથાના પાછળના ભાગે એક સપાટો મારી દેતા સારીકાબેન પ્રહલાદભાઇ લકડીયાભાઇ વસાવા( ત્રણેય રહે , મોટી ભમરી) પણ ત્યાં આવી ગાળો બોલી ઝપા,ઝપી કરી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:20 pm IST)