Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

સાગબારા પોલીસની રાત્રી પેટ્રોલિંગ માં બાઝ નજર : વિદેશી દારૂ બીયર સહિતનો 1.25 લાખનો મુદામાલ પકડી પાડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની સાગબારા પોલીસ અવાર નવાર બે નંબરીયાઓ સામે ત્રીજી આંખ ખોલી મુદામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરતી જોવા મળી છે ત્યારે હાલ વધુ એક કેસમાં દારૂ ઝડપી પાડવામાં સાગબારા પોલીસને સફળતા મળી છે.

 મળતી માહિતી અનુસાર હિમકર સિંહ પોલીસ અધિક્ષક  નર્મદાએ જીલ્લામા ઇગ્લીશ દારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્શોને  પકડી પાડવાની સુચના મુજબ રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝન  પી.પી. ચૌધરી સર્કલ પોલીસ ઇન્સપેકટર ડેડીયાપાડા તથા  કે.એલ.ગળચર પો.સ.ઇ. સાગબારા પો.સ્ટે.ના માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો એ રાત્રી પેટ્રોલીંગ દરમ્યાન ઘનશેરા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક ઇકો ગાડી નંબર GJ - 06 - JE - 4092 શંકાસ્પદ હાલતમાં આવતા ગાડી ઉભી રાખી ચેક કરતા ઇકો ગાડીમાં વિદેશી દારૂ બીયર ટીનની પેટીઓ નંગ -૧૦ માં કુલ ટીન નંગ -૨૪૦ કિ.રૂા . ૨૪,૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી -૦૧ આશરે કિ.રૂા .૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ ફોન ૧ કિ.રૂા .૧૦૦૦ મળી કુલ કિ.રૂા . ૧,૨૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઇકો ગાડીના ચાલક ( ૧ ) દિનેશ ભાઈ લક્ષ્મણભાઈ પરમાર તથા તેમની સાથેના ( ૨ ) સુવાલાલ રૂડારામ ચૌધરી ( ૩ ) શીવકુમાર મોહનલાલ ચૌધરી ત્રણે રહે.વલણ તા.કરજણ જી.વડોદરા ને પકડી ગુનો દાખલ કર્યો છે

(10:13 pm IST)