Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

અડાલજની વાવને ચમકાવશે થીમ પાર્ક

ગેમિંગ ઝોન, ક્રાફટ બજાર, હોટેલ અને રેસ્ટોરન્ટ બનશે

ગાંધીનગર તા ૧૦: ઐતિહાસિક ધરોહર અડાલજની વાવ નજીક થીમ પાર્ક બનાવવામાં આવશે. સહેલાણીઓના આકર્ષણ માટે તેનું નિર્માણ કરવામાં આવશે.

ગુજરાતના મુખ્ય આકર્ષણ કેન્દ્ર સ્થિત ૧૫મી સદીની આ વાવ ભારતીય પુરાતાત્વિક સર્વેક્ષણના સંરક્ષિત સ્મારકોની સૂચીમાં સમાવિષ્ટ છે. થીમ પાર્કમાં વંડર્સ ઓફ વોટર્સની સાથે - સાથે ગેમિંગ ઝોન, ક્રાફટ બજાર, રાઇડ્સ, હોટેલ અને રેસ્ટોરન્ટ સિવાય પણ આકર્ષણનું કેન્દ્ર હશે. ૨૩,૫૦૦ વર્ગફૂટમાં બનનંારૃં આ થીમ પાર્ક ૧૮ મહિનામાં તૈયાર થઇ જશે. આ માટે ગુજરાત રાજ્ય પર્યટન નિગમે પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પાર્ક પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલથી વિકસિત કરવામાં આવશે.

બાવળીની ઐતિહાસિક વિરાસત બનાવી રાખવા માટે એની આસપાસ મ્યુઝિયમ બનાવવામાં આવશે. સાથે જ કેટલાક અન્ય આકર્ષણ પણ બનશે, અડાલજની આસપાસ પર્યટન નિગમની જમીન છે જેમાં અંદાજિત ૨૩,૫૦૦ વર્ગફૂટમાં થીમ પાર્ક વિકસિત કરવામાં આવશે. આ થીમ પાર્કને ૧૮ મહિનામાં તૈયાર થવાની સંભાવના છે. આ પ્રોજેકટ ૧૫ કરોડ રૂપિયામાં વિકસિત કરવામાં આવશે.

આવો છે વાવનો ઇતિહાસ

અડાલજને પ્રાચીન કાળમાં દાંડઈ દેશ નામથી ઓળખવામાં આવતો હતો. અહીં પર પ્રથમ માળ પર લાગેલા સંગેમરમરના પથ્થર પર સંસ્કૃતમાં લખેલા આલેખમાંથી જાણવા મળે છે કે, આને વર્ષ ૧૪૯૯માં રાણી રૂડાબાઈએ પતિ વીરસિંહની યાદમાં બનાવડાવી હતી.

બાવડીની અંદર ઘટી જાય છે ૬ ડિગ્રી સુધી તાપમાન

અડાલજની બાવડી એક સીડીદાર કૂવો છે જે ગાંધીનગરના અડાલજ ગામમાં આવેલું છે. ગુજરાતની સાથે સાથે દેશ અને વિદેશમાં સહેલાણીઓ આ બાવડી જોવા માટે ખાસ આવે છે. વાસ્તવમાં આ એક મોટા ભવનના રૂપમાં નિર્મિત છે. આ બાવડી પાંચ માળની છે. અને અષ્ટભુજાકાર બની છે. વાસ્તુકલાનો બેનમૂન નમૂનો ૧૬ સ્તંભ પર ઉભેલો છે. સૂરજની રોશની સીધી દીવાલો પર માત્ર થોડા સમય માટે જ પડે છે. તેના કારણે બહારનું તાપમાન ૬ ડિગ્રી ઓછું રહે છે.

(3:44 pm IST)