Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મંદબુધ્ધિ અને મુકબધિર બાળક માટે સુરત પોલીસ દ્વારા થયેલ જહેમત અંતે ફળી

માનવતાવાદી વલણનો એક શખ્સ ગેરલાભ ઉઠાવે તેનાથી નાસીપાસ બની લોકોના મોટા સમૂહને અન્યાય ન થાય તેવી અજયકુમાર તોમરની અપીલ અસરકારક બની : ડુમ્મસ પીઆઇ અંકિત સોમયા તથા ટીમ દ્વારા સોશ્યલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા માતા પિતા સાથે મિલન કરાવ્યું

 રાજકોટ તા.૧૦, સુરત પોલીસ કમિશનરના માનવતાવાદી વલણનો એક શખ્સ દ્વા રા ગેર ઉપયોગ કરવા જતાં પોલીસ દ્વારા તેનો ખેલ ઊંધો પાડી પુત્રના અપહરણના ફરિયાદ પિતા આરોપી બની ગયા બાદ પોલીસ આ બનાવ બાદ મૂળભૂત નીતિ ફકત એક ઘટનાને કારણે ન બદલે તે માટે પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા તમામ જવાબદાર અધીકારીઓને પોતાના અનુભવ આધારે સૂચના આપી માસૂમ બાળક ગુમ થવાના કિસ્સામાં તમામ પોલીસ મથકની આખી ટીમ કામે લગાડવાનું ચાલુ રાખવાની આપેલ સૂચના રંગ લાવી છે, વધુ એક વખત માસૂમ બાળક ના મામલામાં ડુમ્મસ પોલીસ પીઆઇ અંકિત સોમયાટીમ દ્વારા કાબિલે દાદ કામગીરી કરવામાં આવી છે.

 ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.પી.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ.એ.જી.રબારી તથા પો.સ.ઇ જે.આર.દેસાઇ તથા આ.હે.કો રાજુભાઇ દેવાભાઇ તથા અ.હે.કો. રાજેશભાઇ તુકારામભાઇ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે.   સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ થયેલ કે એસ.કે.ચાર રસ્તા નજીક એક ૧૪ વર્ષનો બાળક મળી આવેલ છે, ઉકત મેસેજ આધારે ઇન્ચાર્જ -૬૦ના ઇન્ચાર્જ LR.PC ધાર્મિકભાઇ ભગવાનભાઇ નાઓ આ બનાવવાળીએ જગ્યા ઉપર પહોચી આ છોકરાનો કબ્જો મેળવી તેને અત્રેના ડૂમસ પો.સ્ટેમાં લાવેલ અને અત્રેના SHE TEAM ના ઇન્ચાર્જ પો.સ.ઇ. શ્રીમતી બી.પી.મેણાત તથા ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર WLR જબુનબેન જીવણભાઇ બ.ન.- ૧૪૮૭ નાઓ દ્વારા તેમનુ નામઠામ તથા સરનામુ પુછતા તે પોતે મંદબુધ્ધિ અને મુક બધિર હોવાનું જણાઇ આવેલ આ કામે વધુ પુછ્પરછ કરતા પણ તેની પાસેથી - કોઇ હકિકત નહિ જણાઈ આવતા આ છોકરાના ફોટા પાડી સોશિયલ મિડિયા દ્વારા શહેરના તમામ પો.સ્ટે તરફ મોકલી આ છોકરાના કોઈ વાલી વારસ કે આ બાબતે પો.સ્ટેમાં કોઇ મીસીગ ફરિયાદ દાખલ થયેલ હોય વિ-માહિતી મંગાવતા આ છોકરાના ધરની બાજુમાં રહેતા હસમુખભાઈ નાઓના સબંધીને ઉકત મેસેજ આધારે જાણવા મળેલ ત્યારે આ હસમુખભાઇએ અત્રેના પો.સ્ટે.નો સંપર્ક કરેલ અને આ છોકરાના માતા-પિતાને જાણ કરેલ જે આધારે આ છોકરાના માતા -પિતા  અત્રેના પો.સ્ટે આ છોકરાને લેવા માટે આવેલ અને તેને ઓળખી બતાવેલ.

 આ બાબતે ઼SHE TEAM ના ઇન્ચાર્જ પો.સ.ઇ. શ્રીમતી બી.પી.મેણાત તથા ચાઇલ્ડ વેલફેર ઓફિસર WLR જબુનબેન જીવણભાઇ બ.ન.-૧૪૮૭ નાઓ તથા અન્ય પોલીસના માણસો દ્વારા સોશીયલ મિડીયાનો ઉપયોગ કરી, કાઉંસીલિંગ કરી તેમજ દિકરાની માતાનું નિવેદન લઇ એક મંદબુધ્ધિ અને મુક બધિર બાળકને તેના માતા-પિતાને સહી સલામત સોંપવામા આવેલ છે.

 સદરહું કામગીરી ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અંકિત સોમૈયાના માર્ગદર્શન મુજબ SHE TEAMના ઇન્ચાર્જ પો.સ,ઇ. શ્રીમતી બી.પી.મેણાત, પી.સી.આર -૬૦ ના ઇન્ચાર્જ LR.PC ધાર્મિકભાઇ ભગવાનભાઇ, તેમજ ચાઇલ્ડ વેલફેર ઓફિસર WLR જબુનબેન જીવણભાઇ બ.ન.-૧૪૮૭ તથા પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ માણસો દ્વારા સારી કામગીરી કરેલ છે.

(3:41 pm IST)