Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

બનાસકાંઠાના ગઢડામાં આદિવાસી યુવતિનો મૃતદેહ વૃક્ષ ઉપર લટકતી હાલતમાં મળ્‍યા બાદ ટોળાનો હિંસક હૂમલોઃ તોડફોડ-આગચંપીની ઘટના

વીડિયો વાયરલ થતા પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઇઃ તપાસનો ધમધમાટ

બનાસકાંઠાઃ બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના રબારીયા ગામે એક યુવતિનો ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થતા પોલીસ ઘટનાસ્‍થળે દોડી ગઇ હતી. આપઘાતના બદલાને લઇને ટોળા દ્વારા હિંસક હૂમલો-તોડફોડ અને આગચંપી કર્યાનો વીડિયો વાયરલ થતા સમગ્ર ઘટના સામે આવી છે. યુવતિનો મૃતદેહને ઝાડ પરથી ઉતારી પી.એમ. અર્થે ખસેડવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

બનાસકાંઠાના ગઢડા ગામે ટોળા દ્વારા હિંસક હુમલો કરાયો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ટોળા દ્વારા મકાનોમાં તોડફોડ અને આગચંપી કરાઈ હોવાનો પણ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘટનાનો વીડિયો સામે આવતા અમીરગઢ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ગઢડા ગામમાં ટોળા દ્વારા હિંસક હુમલોની ઘટના સામે આવી છે. અમીરગઢના રબારીયા ગામની આદિવાસી યુવતીના આપઘાતના બદલાને લઇને ટોળા દ્વારા હિંસક હુમલો કરાયો કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આદિવાસી સમાજના લોકોના ટોળાએ મકાનોમાં તોડફોડ કરી આગચંપી કર્યાના વીડિયો પણ વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગઈકાલે રબારીયા ગામે એક યુવતીએ ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેને પગલે આજે ચડોતરું થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના રબારીયા ગામે એક યુવતીની ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીનો લટકતો મૃતદેહ જોઈ સ્થળ પર લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. જો કે, બાદમાં લોકો દ્વારા જાણ કરાયા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અમીરગઢ પોલીસે યુવતીનો મૃતદેહ ઝડાપ પરથી ઉતારી પીએમ અર્થે ખસેડવા સહિતની તજવીજ હાથ ધરી હતી. જો કે, યુવતીએ કયા કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે કે પછી આ એક હત્યા છે તે ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

(5:20 pm IST)