Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજકોટના વર્તમાન કોર્પોરેટર મારા થકી જ કોંગ્રેસમાં જોડાયેલા તેને ટિકિટ અપાવવા પક્ષ સામે લડવું પડેલું

કોંગ્રેસ માત્ર ૬૫ બેઠકો મેળવવા જ માંગે છે જેથી તેને રાજયસભાની બે બેઠક મળે, આ પક્ષ સત્તા મેળવવા લડતો જ નથીઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ ૨૦૧૫માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બન્‍યા ત્‍યારે હાર્ર્દિક પટેલની ઉંમર ફકત ૨૨ વર્ષ હતી. આ આંદોલન વચ્‍ચે હિંસક બનતા ૧૪ લોકોના મોત થયા હતા. પણ તે મોટા ભાગે સફળ રહ્યું હતું કેમ કે કેન્‍દ્રએ મોટાભાગની માંગણીઓ સ્‍વીકારી હતી.

આ આંદોલને કોંગ્રેસને ૨૦૧૫ની પંચાયતી ચૂંટણી તેમજ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં રાજકીય ફાયદો કરાવ્‍યો. તેણે ૧૮૨માંથી ૭૭ બેઠકો જીતી હતી જે ૧૯૮૫ પછીનું ગુજરાતમાં તેનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન હતું હાર્દિક પટેલ ૨૦૧૯માં લોકસભાની ચૂૅટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા, તેમને રાજય એકમના કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા. જો કે તેમણે પોતાને કોઇ જવાબદારી ના સોંપાઇ હોવાની ફરીયાદ કરવાનું ચાલુ રાખ્‍યુ  હતું અને અંતે ૧૮ મે ૨૦૨૨ના દિવસે પક્ષ છોડી દીધો.

એક ઇન્‍ટરવ્‍યુંમાં હાર્દિકે કોંગ્રસ, ભાજપા અને પોતાની સામેના આક્ષેપો વીષે વાતો કરી હતી.

(પ્ર)કોંગ્રસમાં તેમને કોઇ કામ ન હોતું અપાતું એવું તમે કહેતા હતા? (જ) ના, બિલકુલ નહીં, ત્‍યાં કોઇ આયોજન જ નથી. લોકોની લાગણીઓ સાથે તેમને કોઇ લેવા દેવા જ નથી. જો તેમને લોકોની લાગણીઓની પડી હોત તો ભૂતપૂર્વ કેન્‍દ્રીય પ્રધાન (ભરતસિંહ સોલંકી) રામ મંદિર માટે ભેગી કરાયેલી ઇંટો પર કૂતરા પેશાબ કરે છે તેવું ના બોલત, આ ઇંટો લોકો દ્વારા એકઠી કરાઇ હતી.

(પ્ર) કાર્યકારી પ્રમુખ તરીકે તમને કામ સોંપાવુ જોઇતુ હતું?

(જ) મારી પાસે કાર્યકારી જેવી કોઇ સતા જ ન હોતી જો મારે કોઇને કોંગ્રેસમાં સામેલ કરવા હોય તો પણ કોંગ્રેસ અધ્‍યક્ષૅની પરવાનગી લેવી પડતી હતી. જો તે ના પાડે તો હું ના કરી શકું આનું એક ઉદાહરણ આપું તો રાજકોટના એક વર્તમાન કોર્પોરેટર જે મારા દ્વારા કોંગ્રેસમાં આવ્‍યા હતા તેને ટીકીટ અપવાવા માટે લડવું પડયું હતું.

(પ્ર) જયારે તમે ૨૦૧૯માં પાર્ટીમાં જોડાયા ત્‍યારે શું તમે આ બાબતો વિશે જાણતા ન હતા?

(જ) જયારે મેં પાર્ટીને નજીકથી જોઇ ત્‍યારે મને તેનો વધુ અનુભવ થયો.

(પ્ર) શું તમે કોંગ્રેસમાં પરિવર્તન ન લાવી શકયા?

(જ) કોંગ્રેસમાં કોઇ ફેરફાર નથી થઇ રહ્યા અને તેથી જ મેઁ રાજીનામું આપ્‍યું. તેઓ બદલવા માંગતા નથીે. તેઓ માત્ર ૬૫ બેઠકો લાવવા માંગે છે જેથી તેમને રાજયસભાની બે બેઠકો મળે. તેઓ સત્તા મેળવવા માટે લડવા માંગ્‍તા નથી. તેઓ લોકોના હિત વિશે વિચારવા માંગતા નથી. તેમને જનતા સાથે કોઇ લેવાદેવા નથી.

(પ્ર) પાટીદાર અનામત આંદોલન દરમિયાન તમે ભાજપ વિરુદ્ધ ઘણું બોલ્‍યા. ભાજપમાં જોડાવાના તમારા નિર્ણયને તમે કેવી રીતે યોગ્‍ય ઠેરવશો?

(જ) શા માટે આપણે સત્તા સામે લડયા? આપણી ગુજરાતીમાં એક કહેવત છે માંગ્‍યા વગર માં પણ નથી પીરસતી (માતા પણ તમારી માંગ્‍યા વિના સેવા કરતી નથી.) અમે ગરીબ પાટીદારોના હક્ક માટે લડયા હતા. સત્તામાં રહેલા એ જ લોકોએ ૧૦ ટકા અનામત અને રૂ. ૧૦૦૦ કરોડની યુવા સ્‍વાવલંબન યોજના આપીને અને બિન-અનામત વર્ગ માટે કમિશનની સ્‍થાપના કરીને આંદોલનને સમાપ્ત કર્યું જો તમારે તે મેળવવું હોય તો તમારે લડવું પડશે.

આંદોલન દરમિયાન યુવા તરીકે આક્રમકતા સાથે વાત કરી શકાતી હતી. આ પહેલુ આંદોલન ન હોતું જેપીના આંદોલનમાં પણ આવી જ ઘટનાઓ બની છે. જે લોકો ઇન્‍દિરા ગાંધીના વિરુદ્ધ બોલ્‍યા હતા તેઓ પણ પાછળથી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા  અને અન્‍ય કેટલાક નવા પક્ષો બનાવ્‍યા હતા. લડાઇ મુદ્દા આધારિત છે. તમે જીવનભર કોઇનો વિરોધ કરતા નથી.  અમે વડાપ્રધાનનો આભાર માનીએ છીએ, જેમણે આરક્ષણ આપ્‍યું. સમાજની માંગ હતી. જેને આર્થિક ધોરણે આરક્ષણની જરૂર છે. તેને મળવી જોઇએ. જયારે અમે લોકો પાસે ગયા ત્‍યારે અમને સમજાયું કે માત્ર પાટીદારો જ ગરીબ નથી, બ્રાહ્મણો પણ ગરીબ છે. અમે એવું નથી કહ્યુ કે અમારે માત્ર પાટીદારો માટે જ અનામત જોઇએ છે.

(પ્ર) તમે ૨૦૧૯માં કોંગ્રેસમાં જોડાયા ત્‍યારે શું ભાજપ વિઁકલ્‍પ ન હતો?

(જ) હું કોંગ્રેસમાં જોડાયા પછી કલમ ૩૭૦ અને રામ મંદિરના મુદ્દાઓ સામે આવ્‍યો તે સમયે કોંગ્રેસમાં રહીને પણ મેં તેની પ્રશંસા કરી હતી.

(પ્ર) શું કલમ ૩૭૦ અને રામ મંદિરના કારણે હૃદય પરિવર્તન થયુ?

(જ) કોઇ પણ કાર્ય માટે તમારે દ્રઢ નિヘય હોવો જરુરી છ.ે ભાજપે તે બતાવ્‍યું. કોંગ્રેસમાં દ્રઢ નિヘય કે વિચારધારા હોવી જોઇએ. તેનું સ્‍ટેન્‍ડ શું છે? કોંગ્રેસ સ્‍ટેન્‍ડ કિલયર કરી શકી નથી. તે વિરોધની રાજનીતિ સિવાય બીજું કંઇ કરવા માંગતી નથી. શું કોગ્રેસ પાસે નરેન્‍દ્ર મોદીને ગાળો આપવા સિવાય બીજું કંઇ છે? શું તમે એમ ન કહી શકો કે કલમ ૩૭૦ યોગ્‍ય મુદ્દો છે અને તે સારો છે? અને સાથે સાથે એ પણ બોલો કે તેની સાથે બીજું શું કરવું જરૂરી હતું. દરેક બાબતમાં વિરોધનું રાજકારણ ચાલતું નથી.

(પ્ર) શું તમારો મતલબ છે કે લોકોએ ભાજપમાં આ મુદ્દા ઉઠાવ્‍યા ન હોત?

(જ) હું ભૂતકાળમાં જવા માંગતો નથી . હુ  વર્તમાન વિશે વાત કરું છું. હું ચોક્કસ પક્ષના નેતાઓને મુદ્દાઓ સમજાવવાનો પ્રયાસ કરીશ અને સૂચનો પણ આપીશ. રાજકારણ આ રીતે કામ કરે છે. નાનામાં નાના કાર્યકર સાથે વાત કરીને, તેને સમજીને અને તે ચોક્કસ મુદ્દા વિશે શું વિચારે છે તે જોઇને. એ દિવસો ગયા જયારે ડુંગળીના ભાવ વધ્‍યા ત્‍યાર ે સરકાર પડી.

(પ્ર) તમે દાવો કર્યો છે કે તમે કયારેય તમારી સામેના કોર્ટ કેસથી ડરતા ન હોતા.

(જ) આજે મારી સામે ૨૨ કેસ છે. જો મને ડર હોત તો મેંૅ પોતે જ એવી વ્‍યવસ્‍થા કરી હોત કે બે વર્ષની સજાનો સમયગાળો અટકી જાય. હું ડરતો નથી. હું નવ મહિના જેલના સળિયા પાછળ હતો. હજુ કેટલા મહિના મને જેલમાં રાખશો? મેઁ કોઇની હત્‍યા કે બળાત્‍કાર કર્યો નથી. મેં હથિયાર ચલાવ્‍યા  નથી. મારી સામેના કેસ રાજકીય છે.

(પ્ર.) શાસક પક્ષમાં જોડાવાની વસ્‍તુઓ સરળ બની જશે?

(જ) સારું, હા, જો તમ એમ કહો. આપણે શા માટે સહન કરવું જોઇએ? અમે અહીં સમાજનું ભલું કરવા આવ્‍યા છીએ. લોકો યોજનાઓનો લાભ લઇ રહ્યા છે. હાર્દિક પટેલ અને અન્‍ય ૨૦૦ લોકોએ શા માટે પરેશાન થવું જોઇએ? 

આ અગાઉ પણ કહ્યું છે. મારી જીવનશૈલી વિશે પરેશાન થવું જોઇએ ? કદાચ, કોઇને મને જૂતાની જોડી ખરેીદવા માટે પૈસા આપ્‍યા છે. તે પૂછી શકે છે. જયારે તમે સામાજીક અને રાજકીય ચહેરો બનો છો ત્‍યારે ઘણા બધા લોકો તમને ટેકો આપે છે કારણકે તેમની આકાંક્ષાઓ વ્‍યકિત સાથે સંકળાયેલી હોય છે. જેમણે મદદ કરી છે તેમની પાસે પ્રશ્નો નથી પણ જેમણે કશું આપ્‍યુ નથી તેમની પાસે ઘણું પૂછવાનું છે. લોકો શું વિચારે છે તેનાથી હું ઓછામાં ઓછો પરેશાન છેું આ માટે હું બાળ ઠકારેને ફોલો કરૂં છું

જો કોઇએ મને ટોયોટા ફોર્ચ્‍યુનર આપ્‍યુ હોય અને હું તેમાં મુસાફરી કરું તો શું તેનાથી મારી જીવનશૈલીમાં સુધારો થશે? શું આપણે એક દિવસમાં ૧૦ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે બસ લેવી જોઇએ?

(પ્ર) તમારી બહેનના ભવ્‍ય લગ્નની પણ વાત કરવામાં આવી છે. ?

(જ) તેનાથી શું ફરક પડે છે? શું કોઇ રાજકરણી ઇચ્‍છેશે કે તેની બહેનના લગ્ન ગરીબની બહનની જેમ થાય ? ગામડાઓમાં, તમે પરિવારના સભ્‍ય સાથે લગ્ન કરવા માટે રૂ. ૫ લાખ ઉછીના નથી લેતા? તમારી પાસે આકાંક્ષાઓ છે. આજના રાજકારણ માટે આ પ્રશ્નો મહત્‍વના નથી. આવા પ્રશ્નો ન હોવા જોઇએ. તમારે કોઇના બેડ પર જઇને તપાસ કરવાની જરૂર નથી કે તે તેની પત્‍ની સાથે છે કે ગર્લફ્રેન્‍ડ સાથે. તમે કદાચ ૧૦ ગર્લફ્રેન્‍ડ સાથે ફરતા હશો. પરંતુ જયારે તમારો નેતા ગર્લફ્રેન્‍ડ સાથે હોય ત્‍યારે તમને વાંધો હોય છે. તમે દારૂનો આનંદ માણો છો, પરંતુ જો તમારા નેતા હોય તો તમને સમસ્‍યા છે.

(પ્ર) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમારી ભૂમિકા શું હશે?

(જ) ભૂમિકા કરતાં વધુ રાજયના કારણ માટે મારી જવાબદારી રહેશે. તે હું જોઇ શકું છું જો તમે પણ અલ્‍પેશ ઠાકોર (કોંગ્રેસમાંથી ભાજપમાં ઝંપલાવીને સંઘર્ષ કરી રહ્યા છે) જેવા ‘સમાપ્ત ' હો તો ?

રાજકારણમાં આ રીતે કોઈ સમાપ્‍ત થતું નથી. સૌથી મોટું ઉદાહરણ સ્‍વર્ગસ્‍થ મુખ્‍યમંત્રી ચિમનભાઈ પટેલ છે. ૧૯૭૪માં જયારે તેમને છોડવું પડયું ત્‍યારે શું કોઈએ વિચારર્યું હતું કે ૧૯૯૦માં તેઓ ફરીથી મુખ્‍યમંત્રી બનશે?

(પ્ર.) શું પાટીદાર આંદોલનમાં ૧૪ લોકોના મોત હજુ પણ સંબંધિત છે ?

(જ.) નાણાકીય પાસું પૂર્ણ થઈ ગયું છે. તત્‍કાલિન નાયબ મુખ્‍ય પ્રધાન નીતિન પટેલે દરેક મૃતકના આશ્રિતને અર્ધ-સરકારી નોકરીનું વચન આપ્‍યું હતું. આ જરૂરી શૈક્ષણિક લાયકાત પ્રાપ્‍ત કર્યા પછી છે. બાકીના નાના મુદ્દાઓને ઉકેલવાની જરૂર છે. ત્‍યાં કોઈ ખાતું કે માળખું નહોતું. કોઈ ખાતું ખોલાવ્‍યું ન હતું. ટ્રસ્‍ટ જેવું કંઈ નહોતું. ઉદાહરણ તરીકે, જાહેર સભાઓ માટે ભંડોળ આવ્‍યું.

(4:34 pm IST)