Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

અમદાવાદમાં લાલ બસની કથળેલી સેવાથી ત્રાહીહામ

બસોના સંચાલન પર કોઇ નજર રખાતી નથી : લાલ બસના ડ્રાઇવરો વારંવારની સુચનાઓ અપાઇ હોવા છતાં સુવિધા મુજબ ડિવાઇડરની તરફ બસો ચલાવે છે

અમદાવાદ,તા. ૧૦ : અમદાવાદ શહેરમાં પરિવહનના સાધન વધારી દેવાના દાવા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ હકીકતમાં સ્થિતી ખુબ જ કંગાળ દેખાઇ રહી છે. એએમટીએસની હાલત દિન પ્રતિદિન વધુને વધુ ખરાબ થઇ રહી છે. લોકો બસ સેવાને લઇને ત્રાહીમામ પોકારી ગયા છે. સંબંધિત અધિકારીઓ અને બસ સેવા પર નજર રાખનાર અધિકારીઓ પોતે ખુબ ઉદાસીન દેકાઇ રહ્યા છે. સામાન્ય લોકો અને મોટા બાગે દરરોજ બસમાં મુસાફરી કરતા લોકોનુ કહેવુ છે કે લાલ બસના ડ્રાઇવર પોતાની ઇચ્છા મુજબ બસને જુદા જુદા વિસ્તારમાં દોડાવી રહ્યા છે. જેથી નોકરી પર બસમાં જતા લોકો તેમના નિર્ધારિત સમય પર ઓફિસ અને કામના સ્થળ પર પહોંચી શકતા નથી. કેટલાક મુસાફરોનુ કહેવુ છે કે બસ ડ્રાઇવરોને કેટલીક વખત ડિવાઇડરની તરફ બસ ન ચલાવવા માટેની સુચના આપવામાં આવી હોવા છતાં આ ડ્રાઇવરો ધ્યાન આપતા નથી. મોટા ભાગે ટ્રાફિકથી ભરચક રહેતા વિસ્તારોમાં પહેલાથી જ સ સ્ટેન્ડની સુવિધા નથી. આવી સ્થિતીમાં ડ્રાઇવરો પણ બસને ડિવાઇડર તરફ દોડાવે છે. આવી સ્થિતીમાં બસ પકડવા માટે મુસાફરોને ખુબ મુશ્કેલ પડે છે. મોટી વયના લોકો અને બાળકો તો બસ પકડી શકતા નથી. કોલેજ અને સ્કુલ જતા વિદ્યાર્થીઓ જેમ તેમ ભાગીને બસ પકડી લે છે. આવી સ્થિતીમાં પાછળથી આવતા  વાહનો અને અન્ય રીતે અકસ્માતોનો ખતરો રહે છે. દેશના અન્ય શહેરોમાં સ્થાનિક બસ સેવા જે રીતે ચાલી રહી છે તેની તુલનામાં અમદાવાદમાં લાલ બસની સેવા ખુબ ખરાબ બની ગઇ છે. એકબાજુ સુવિધા વધારી દેવાની વાત થઇ રહી છે ત્યારે પહેલાથી જ અમલી રહેલી સેવાને પહેલા સુધારી દેવા માટે પગલા લેવામાં આવે તે જરૂરી છે. તંત્રના અધિકારીઓ સમક્ષ આ પ્રકારની લોકોની ફરિયાદ અનેક વખત જુદા જુદા માધ્યમથી પહોંચે પણ છે. છતાં તેમની ઉદાસીનતા સ્પષ્ટ પણે દેખાઇ આવે છે. બસમાં ટિકિટ વગર મુસાફરી કરતા યાત્રીને પકડી પાડવા માટે ફ્લાઇંગમાં રહેલા કર્મચારીઓને વધારે ધ્યાન બસની સેવા વ્યવસ્થિત બને તે દિશામાં ધ્યાન આપવા પર કેન્દ્રિત રહેવુ જોઇએ. કારણ કે આ ફ્લાઇંગના કર્મચારીઓને પણ સામાન્ય મુસાફરો વારંવાર ફરિયાદ કરતા રહે છે પરંતુ તેઓ ધ્યાન આપતા નથી. આવી સ્થિતીમાં ટોપના અધિકારીઓ ગંભીરતાપૂર્વક ધ્યાન આપી લાલ બસની સેવા વ્યવસ્થિત અને મુસાફર લક્ષી બનાવવા માટે વધુ નક્કર પગલા લે તે જરૂરી છે.   બસ સેવા લોકો માટે છે. તે બાબત તંત્રને સમજવાની જરૂર છે. ખાલી બસ દોડાવવા અને યાત્રીઓને લીધા વગર બસ દોડાવવા માટેનો કોઇ અર્થ નથી. શહેરના શાહપુર, કાલપુર, નરોડા, શાહીબાગ સહિતના તમામ વિસ્તારોમાં યાત્રીઓ વારંવાર ફરિયાદ બસ સેવાને લઇને કરી રહ્યા છે.  આગામી દિવસોમાં પરિવહનની સુવિધા વધુ વધનાર છે. જાણકાર લોકો એમ પણ કહી રહ્યા છે કે મેટ્રો અને અન્ય સુવિધા થઇ ગયા લાલ બસની મુસાફરી કરનારની સંખ્યા વધુ ઘટી જશે. લાલ બસની સેવા  સંતોષજનક નહી હોવાના કારણે લોકો પરિવહનના બીજા વિકલ્પોનો ઉપયોગ કરીને તેમના નિર્ધારિત નોકરીના સ્થળ પર પહોંચે છે.

(8:13 pm IST)