Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

ઉછીના પૈસાની બાબતે નડિયાદના ડભાણમાં એકને ચપ્પુથી ઇજા પહોંચાડતા ઘાયલ

નડિયાદ: તાલુકાના ડભાણમાં પૈસા ઉછીના ના આપનાર ઈસમને જાતિ વિરુધ્ધ અપશબ્દો બાલી ચપ્પું મારી ઈજા કરી હોવાની ફરિયાદ નડિયાદ રૂરલ પોલીસમાં નોંધાઈ છે

 


મળતી માહિતી મુજબ ડભાણમાં રહેતા કિરીટભાઈ શંકરભાઈ હરીજન પાસે ગામમાં રહેતા સબ્બીરમીયાં શફીમીયાં મલેક ઉછીના નાણાં માગ્યાં હતાં. જોકે કિરીટભાઈએ આપવા માટે ઈન્કાર કર્યો હતો. જેની અદાવત રાખી સબ્બીરભાઈએ કિરીટભાઈને રસ્તા વચ્ચે રોકી જાતિ વિરુધ્ધ શબ્દો બોલ્યાં હતાં. અને બોચીના ભાગે ચપ્પું મારી ઈજા કરી હતી

અંગે કિરીટભાઈ હરીજને નડિયાદ રૂરલ પોલીસમાં સબ્બીરમીયાં મલેક સામે એટ્રોસીટી અને મારામારી બાબતે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:33 pm IST)