Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વિશ્વ આદિવાસી દિને જીતનગરથી આદિવાસી વિસ્તારો માં રૂ.૧૭૦૦ કરોડના વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

જીતનગર ખાતે ૨૧૧.૯૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિરસમુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું સી.એમ.રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું

(ભરત શાહ દ્વારા) :રાજપીપળા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તથા બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતના આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી
આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સ્થાપિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે આશરે ૨૧૧.૯૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી માટે ૩૯ એકર જમીન સરકાર દ્વારા ફળવામાં આવી છે જેમાં ઓડિટોરિયમ,લાયબ્રેરી, બોયઝ ગર્લ્સ હોસ્ટેલ,ભોજનાલય,સ્ટાફ કવાટર્સ અને કુલપતિ નિવસ્થાન થી સજ્જ હશે આ યુનિવર્સિટી નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું હતું
બિરસમુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી ની જોગવાઈ વર્ષ ૨૦૧૯ ના બજેટમાં કરાઈ હતી જેની વહીવટી મંજૂરી ૧૭/ ૦૯/ ૨૦૨૦ ના રોજ આપવામાં આવી , આશરે બે વર્ષ કામ પૂર્ણ થતાં લાગશે તેમ જાણવા મળ્યું હતું.

(10:17 pm IST)