Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

આગામી 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા સાથે વરસાદ પડી શકે

રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, રથયાત્રાના દિવસે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે

 હવામાન વિભાગે જણાવ્યું છે, રથયાત્રાના દિવસે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે મહત્વનું છે કે હવે આગામી રથયાત્રાને લઈ અસમંજસની સ્થિતિ દૂર થઈ ગઈ છે ત્યારે રથયાત્રાના દિવસે જ વરસાદ ખાબકી શકે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે 12 જૂલાઈએ રથયાત્રાના દિવસે જ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદી ઝાપટા સાથે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ આ વખતે જોઈએ એવો વરસાદ નહીં પડી શકે તો ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે એવી ભિતિ સેવાઈ રહી હતી ત્યારે ગુજરાતમાં વરસાદને લઈ સાર સામાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા વરસાદની શક્યાતાઓમાં વધારો થયો

(12:37 am IST)