Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

આદિવાસી સમાજ નો મુખ્યમંત્રી બને તે સારી બાબત પરંતુ તેનાથી સમસ્યાઓનો ઉકેલ નહિ આવે - સાંસદ મનસુખભાઈ વસાવા

આદિવાસી નેતાઓએ સંગઠિત બની એક મંચ પર આવવું પડશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતના આગામી મુખ્યમંત્રી આદિવાસી હોવા જોઈએ તેવી ચાલી રહેલી ચર્ચા માં સુર પુરાવતા સંસદસભ્ય મનસુખ વસાવાએ ચર્ચાને આગળ વધારતા ગુજરાતના આગામી મુખ્યમંત્રી આદિવાસી બનવા જોઈએ તે વાત ને સમર્થન આપી તેનાથી સમાજની સમસ્યાનો ઉકેલ નથી આવી જવાનો તેવી ટકોર પણ કરી છે.

થોડા દિવસ અગાઉ પાટીદાર સમાજની બેઠકમાં ગુજરાતનો આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઈએની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે ઝગડીયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા સહીત અન્ય આદિવાસી આગેવાનોએ પણ આદિવાસી મુખ્યમંત્રી હોવો જોઈએની માંગ કરતા આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી મુખ્યમંત્રી બને તે સારી વાત છે, હું આ વાત ને આવકારું છું પરંતુ આદિવાસી મુખ્યમંત્રી બને તેથી સમાજ ની સમસ્યા નો ઉકેલ નથી આવવાનો તે માટે સૌ એ સંગઠિત બની એક મંચ પર આવવું પડશે પણ તેથી વિપરીત એકબીજા ના ટાંટિયા ખેંચી નીચા પાડવાની કોશિશ થાય છે આદિવાસીઓ ના અનેક પ્રશ્નો છે યુવાનો ની બેરોજગારી ખેતી માટે સિંચાઈનું પાણી મળે તેમજ સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સાચા અર્થમાં આદિવાસી માટે વપરાય તે માટે સૌએ સાથે બેસી એક મંચ પર આવવાની માનસિકતા કેળવવી પડશે માત્ર આદિવાસી મુખ્યમંત્રી કે રાજ્યપાલ બને તેનાથી સમસ્યાનો અંત આવવાનો નથી

(12:20 am IST)