Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

નવાપરા ગામના ટેકરા ફળીયામાં ભાજપ અગ્રણીઓના પ્રયાસોથી પાણીની સમસ્યા દૂર કરવા બોરનું ઉદ્ઘાટન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના નવાપરા ગામના ટેકરા ફળીયાના રહીશોને પાણીની સમસ્યા દુર કરવાના શુભ આશયથી આજે 8-7-2021 ના ધનશ્યામભાઈ પટેલ ભાજપ જીલ્લા પ્રમુખ તથા નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, તથા તા.પં. ઉપ પ્રમુખ પાયલબેન પટેલના પ્રયત્નો થી બોર મોટરના કામનુ ઉદઘાટન તા.પં. ઉપ પ્રમુખ પાયલબેન પટેલ ના વરદ હસ્તે કરવામા આવ્યુ જેમા નાંદોદ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ દિલીપસિંહજી ગોહિલ,અર્જુન ભાઈ વસાવા,દિનેશભાઇ વસાવા, રસિકભાઈ વસાવા તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(12:13 am IST)