Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા રૂ.૩૦૨૪ કરોડનો ડિવિડન્ડ નો ચેક ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સુપ્રત કર્યો

ડેપ્યુટી ગવર્નર જનરલ મેનેજર ભાવિન રાડિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આજે રાજભવન ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રાજ્ય પ્રમુખ શ્રી એમ. અન્ના દુરાઈએ નાણાંકીય વર્ષ 2020-21 માટેનાં રૂ. 8.10 કરોડ અને રૂ. 3.24 કરોડના વચગાળાના ડિવિડન્ડ નાં બે  ચેકની પ્રતિકૃતિઓ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ભાવિન રાડિયા, શ્રી સુરેશ એયર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(8:29 pm IST)