Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કેવડિયા કોલોની ખાતે રેલવે સ્ટેશન સામે ઇલેક્ટ્રીક કાર ચાર્જિંગ સ્ટેશન શરૂ કરાયું

ટાટા કંપની દ્વારા શરૂ કરાયેલા આ ઈ-કાર સ્ટેશનમાં એક જગ્યાએથી એક સાથે બે કારને ચાર્જ થઇ શકશે

અમદાવાદ :સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઇ રહ્યો છે ત્યારે વડાપ્રધાન  મોદીએ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે કેવડીયાને દેશનો પ્રથમ ઇલેક્ટ્રિકલ સિટી બનાવવાની જાહેરાત કરી હતી.ત્યારે હવે કેવડિયા કોલોની ખાતે રેલવે સ્ટેશનની સામે ઇલેક્ટ્રીક કાર ચાર્જનું સ્ટેશન બનાવવામાં આવ્યું છે.

પેટ્રોલ પૂરવામાં આવે એવું જ ઈ વેહિકલ ચાર્જ કરવાનું સ્ટેશન રેલવે સ્ટેશન નજીક આવેલા પેટ્રોલ પંપ સામે ઉભું કરાયું છે.ટાટા કંપની દ્વારા શરૂ કરાયેલા આ ઈ-કાર સ્ટેશનમાં એક જગ્યાએથી એક સાથે બે કારને ચાર્જ કરવામાં આવે છે.ઈ-કાર ચારજિંગનું ટેંસ્ટિંગ કરવામાં આવ્યું હતું.અંદાજિત બે કલાકમાં 100% ચાર્જ થયેલી ઇલેક્ટ્રિક કાર અંદાજિત 300 કિલોમીટર સુધી ચાલી શકે છે, અને તેનું પેમેન્ટ કેસ લેશ એટલે કે ઓનલાઈન એપ દ્વારા ગ્રાહકોએ ચૂકવવાનું રહેશે.આગામી દિવસોમાં આવા ચારજિંગ સ્ટેશન નવા ઊભા કરવામાં આવશે.હાલમાં કેવડીયા ખાતે ઇ-બસ, ઇ-સ્કૂટર, ઇ-રીક્ષા પણ લાવવામાં આવશે અને જેનું પાર્કીંગ પણ બની રહ્યું છે.આ સુવિધા શરૂ થયા પછી પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઈ-વેહિકલમાં લઈ જવામાં આવશે.

ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી જાહેર કરી છે.ત્યારે કેવડિયા ખાતે ટાટા પાવરે પ્રથમ ફાસ્ટ ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપી દીધું છે.ટાટા પાવર ઇવી ચાર્જ બસ, કાર અને રીક્ષામાં પ્રવાસીઓને કેવડિયાથી સ્ટેચ્યુ જોવા લઇ જવાશે.કેવડીયાને નો પોલ્યુશન ઝોન બનાવવાનો સરકારના પ્રયાસની શરૂઆત કરી દેવામાં આવી છે.અગાઉના દિવસમાં અહીં સરકાર દ્વારા બીજા કેટલાય ચાર્જિંગ સ્ટેશન શરુ કરવામાં આવશે.આ વિસ્તારના લોકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માટે સરકાર તરફથી સબસીડી પણ આપવામાં આવશે.

(8:02 pm IST)