Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

વડોદરાના ગોત્રી લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં ઓર્ડર આપવાના નામે 19.35 લાખની ઠગાઈ આચરનાર નાઈજિરિયન ગેંગના 3 આરોપીને સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડયા

વડોદરા : વેપારીને કોમ્પ્યુટરના સેન્ટ્રલ પ્રોસેસિંંગ યુનિટના સ્ક્રેપનો ઓર્ડર આપવાના નામે રૃા.૧૯.૩૫ લાખની ઠગાઈ કરનાર નાઇજિરિયન ગેંગના ૩ આરોપીઓને સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગોત્રી લક્ષ્મીપુરા રોડ વિસ્તારમાં ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા અને સ્ક્રેપનો વેપાર કરતા રાજેશ જેંતિભાઇ પટેલે પોલીસ ફરિયાદ આપી હતી કે, તા.૨૬ નવેમ્બરના રોજ મેલ મારફતે નાઇજિરિયન ઠગ ટોળકીએ તેનો સંપર્ક કર્યો હતો અને તેઓની સાથે વાતચીત બાદ મેં તેઓને એક ટન કોમ્પ્યુટર પ્રોસેસિંગ યુનિટના સ્ક્રેપનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ ૫૦ ટકા પેમેન્ટ એડવાન્સ આપવું પડશે, ઇન્સ્યોરન્સ કરાવવો પડશે તેમજ મટિરિયલ મિસપ્લેસ થઈ ગયું છે અને કોર્ટમાંથી સેટલમેન્ટ કરવું પડશે તેવા કારણો બતાવીને મારી પાસેથી રૃ.૧૯.૩૫ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ તેમણે લાંબા સમય સુધી જુદા જુદા બહાના કાઢી માલ મોકલ્યો નહતો કે રૃપિયા પણ પરત કર્યા નથી.

(5:52 pm IST)