Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સુરતના કતારગામમાં મહિનાથી કામ ન મળતા હીરા લઈને જઈ રહેલ મેનેજરને લિફ્ટના ખૂણામાં દબાવી 7 લાખના હીરાની લૂંટ ચલાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત, : શહેરના કતારગામ સ્થિત એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા.લી.માંથી રફ હીરા લઈ જતા મેનેજરને લિફ્ટના ખૂણામાં દબાવી રૂ.7 લાખના હીરાની લૂંટ કરનાર ત્રણેય રત્નકલાકારને મહિનાથી કામ મળતું ન હોય લૂંટ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીનો વતની અને સુરતમાં કામરેજ બાપાસીતારામ ચોક પાંસે રઘુનંદન રેસિડન્સી બ્લોક નં.87 માં રહેતો 29 વર્ષીય અજય વિનુભાઇ નલીયાપરા ( પ્રજાપતિ ) કતારગામ સ્થિત એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા.લી.માં મેનેજર તરીકે નોકરી કરે છે. અજય ગત બપોરે 3.30 વાગ્યાના અરસામાં એચ.વી.કે ઇન્ટરનેશનલ પ્રા. લી.માંથી રૂ.7 લાખના રફ હીરા સાથેની બેગ લઈ નંદુડોશીની વાડી સ્થિત પ્રમુખ બિલ્ડીંગ વિભાગ બી માં આવેલી પોતાની ઓફિસમાં જવા ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં પ્રવેશ્યો તે વખતે પાછળથી આવેલા ત્રણ અજાણ્યા પૈકી બે અજાણ્યએ લીફટના ખુણામાં તેને દબાવી દીધો હતો. જયારે ત્રીજાએ અજય પાસેની હીરા સાથેની બેગ લૂંટી હતી અને ત્રણેય ટોરેન્ટ પાવરની ઓફીસ તરફના રસ્તે ભાગ્યા હતા.

(5:51 pm IST)