Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સુરત:પાંડેસરામાં માલધારી વસાહતમાં તબેલાની ગટર ઉભરાવાની બાબતે પાડોશીઓનો પિતા-પુત્ર પર હુમલો

સુરત: પાંડેસરા-ગોવાલક રોડ સ્થિત માલધારી વસાહતમાં પંકજ વાલજી રબારી (ઉ.વ. 31 રહે. 100, સનાતન ડાયમંડ નગર, દેવેન્દ્ર નગરની સામે, બમરોલી-ગોવાલક રોડ અને મૂળ. જામળા, ગાંધીનગર) ના ગાય-ભેંસના તબેલા પાસેની ગટર ઉભરાતી હોવાથી ગત 9 વાગ્યે પડોશી તબેલા ધારક ભરત તળજા રબારીએ કોલ કરી તમારા તબેલાની ગટર ઉભરાય છે એમ કહી ગાળો આપી તબેલા પર બોલાવ્યો હતો. જેથી પંકજ તેના પિતા અને ભાઇ શૈલેષ સાથે તબેલા પર ગયો હતો. જયાં ભરતની સાથે તેનો પુત્ર રાજેશ, ભરતના પિતા તળજા રામા રબારી ઉપરાંત નાગજી ભગવાન રબારી, અમરત જોરા રબારી, ટીના અમરત રબારી, બાબુ રબારી, ભાવેશ બાબુ રબારી હાજર હતા. આ તમામે પંકજને ડંડા વડે માર મારતા ડાબા હાથના અંગુઠા અને બંને પગમાં ઇજા  થઇ હતી. જયારે શૈલેષ અને તેના પિતા ઉપર હુમલો કરતા તેઓ સ્વબચાવ માટે તબેલામાં છુપાઇ ગયા હતા. ભરત પંકજને ધમકી આપતા કહ્યું હતું કે તું હવે અહીંયા દેખાતો નહીં, તું આવશે તો જાનથી હાથ ધોઇ બેસશે અને હવે તું ધંધો કઇ રીતે કરે છે તે જોઇ લેજે. આ મુદ્દે પંકજ તેના ભાઇ સાથે પાંડેસરા પોલીસમાં ફરીયાદ નોંધાવવા ગયો હતો ત્યારે ભરત રબારીએ ઉપરોકત તેના સબંધીઓ સાથે મળી પંકજના ઘરે ઘસી ગયા હતા. જયાં પંકજના માતા-પિતા અને પરિવારના સભ્યો ઘરમાં હતા ત્યારે ઘર પર ઇંટ અને પથ્થર મારો કર્યો હતો. જેમાં ઘરના બારી-બારણા, ગેલેરી અને કઠેડાના કાચ તથા સ્વીફ્ટ કાર નં. જીજે-05 જેસી-7412 અને હોન્ડા બાઇક જીજે-05 એનએમ-4540 અને બુલેટ જીજે-05 એચએ-0555 ની તોડફોડ કરી ભાગી ગયા હતા. 

(5:48 pm IST)