Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કઠલાલ તાલુકના ગોગજીપુરાના લીલાપુરમાં સગીરાને ભગાડી લઇ જઈ બળાત્કાર ગુજારનાર શખ્સને અદાલતે વિસ વર્ષની સજાની સુનવણી કરી

કઠલાલ:તાલુકાના ગોગજીપૂરાના લીલાપુરા ગામે રહેતા રમેશભાઇ ઉર્ફે પીન્ટુ પ્રવિણસિંહ ઝાલા ગત તા.૧૪-૧-૨૦૨૧ ના રોજ સગીરાને ભગાડી ગયો હતો.સગીરાને લલચાવી,ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.વળી આરોપી રમેશભાઇએ સગીરા સાથે એક થી વધુ વાર બળાત્કાર કર્યો હતો.આ બનાવ અંગે સગીરાના પરિવારજનોએ કઠલાલ પોલીસ મથકે આરોપી રમેશભાઇ ઉર્ફે પિન્ટુ પ્રવિણસિંહ ઝાલા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આજ રોજ આ કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી ઠાકુરે દસ જેટલા સાહેદોની જુબાની તથા ૩૨ જેટલા દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા.તેમજ કોર્ટમાં સમક્ષ ઉગ્ર દલીલો કરી હતી.હાલમાં સમાજમાં સગીર દિકરીઓ ઉપર થતા બળાત્કારના ગુનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે તે અટકાવવા માટે આરોપીને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઇએ તેવી દલીલો કરી હતી.જે દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી આરોપી રમેશભાઇ ઉર્ફે પિન્ટુ પ્રવિણસિંહ ઝાલાને તકસીરવાન ઠેરવી વિવિધ કલમો હેઠળ સજા સંભાળાવી છે.

નડિયાદ સેશન્સ કોર્ટે આરોપી રમેશભાઇને ઇ.પી.કો કલમ ૩૬૩ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૬૬ ના ગુનામાં ૫ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૭૬ (૨)(એન) ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથઆ રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા,ઇ.પી.કો કલમ ૩૭૬ (૩) ના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા,પોક્સો એકટની કલમ ૩(એ) ૪ ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા,પોક્સો એકટની કલમ ૫(એલ) ૬ ના ગુનામાં કામે ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૧૦,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા,પોક્સો એકટની કલમ ૧૨ ના ગુનાના કામે ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૫,૦૦૦ દંડ,દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજા,,ભોગબનનારને વળતર પેટે રૂા.૧,૦૦,૦૦૦ તથા રૂા.૨,૦૦,૦૦૦ ગુજરાત સરકારનુ કોમ્પનસેસન ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

(5:44 pm IST)