Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ગાંધીનગર જિલ્લામાં મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરતી ગેંગ સક્રિય થતા એલસીબીની ટીમે ગેંગના બે સાગરીતોને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ એલસીબી-૧ પીઆઈ જે.જી. વાઘેલાને ગુના ઉકેલવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેકો.લતીફખાન અને કો.રાજવીરસિંહને બાતમી મળી હતી કે સઈજ જીઆઈડીસીમાં બે ઈસમો પીકઅપ ડાલા નં.જીજે-ર૭-એકસ-૯૫૬૫માં ચોરીની બેટરીઓ વેચવા માટે ફરી રહયા છે જે બાતમીના પગલે પોલીસ ટીમે ત્યાં પહોંચી ભરત ઉર્ફે સન્ની ગોપાલભાઈ શર્મા રહે.જુની રેલવેલાઈન પાસેનવા વાડજ અમદાવાદધનરાજ મોહનભાઈ બેરવા રહે.ગાયત્રી મંદિરની સામે હાથીજણ અમદાવાદને ઝડપી પાડયા હતા અને ડાલામાંથી ૪ર જેટલી બેટરી કબ્જે કરી હતી. જે સંદર્ભે આરોપીઓને પુછતાં તેમના અન્ય સાગરીતો ભગવાન ઉર્ફે રાજુ સુરેશભાઈ રાજપુર રહે.સગુણા પાર્કઓઢવજગદીશ ઉર્ફે જગો અને નારાયણ તેલી સાથે મળીને સાત મહિના અગાઉ ભગવાનસિંહના ડાલામાં મહેસાણાઅમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ મોબાઈલ ટાવરોમાંથી બેટરી ચોરી હોવાની કબુલાત કરી હતી. કડી તાલુકાના પીરોજપુરકારોલીછત્રાલ બ્રીજ પાસે કોમ્પ્લેક્ષની દુકાનનું શટર તોડીને ૯૦ બેટરી તેમજ વિરમગામ અને ઈસંડમાં બેટરી ચોરવાની કબુલાત કરી હતી. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી બેટરી અને ડાલુ મળી પ.રર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે અન્ય સાગરીતોની શોધખોળ આદરી છે. જે આરોપીઓની પુછપરછ દરમ્યાન ચોરીના અન્ય ગુના ઉકેલાવાની પણ શકયતા સેવાઈ રહી છે.

 

(5:41 pm IST)