Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

અમદાવાદની જાણીતી દવા કંપનીની ૪૬.૬ કરોડના આગના મામલામાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ મારફત લવાદ નિમવા હાઈકોર્ટ દ્વારા નિર્ણય

વીમા કંપની ૧૦.૭૮ કરોડ મંજૂર કરેલ, દવા કંપની દ્વારા રકમ સ્વીકારી બાકી રકમ માટે કાનૂની દાદ માગી હતી. જાણીતી સેજપાલ એસિસીએટેડની દલીલો માન્ય

રાજકોટ તા.૮: અમદાવાદની દિશામાન કાબૉજેન એમસીસ લી્.નામની જથ્થાબંધ દવાનું ઉત્પાદન કરી સપ્લાય કરતી કંપનીના બાવળા સ્થિત પ્લાન્ટમાં લાગેલ આગમા રૂપિયા ૪૪.૬ કરોડના નુકસાની સામે વીમા કંપની દ્વારા ૧૦.૭૮ કરોડ આકરતા ઉકત મામલે દવા કંપની દ્વારા હાઈકોર્ટમાં દાદ માગી લવાદ નિમવાની માંગણી અંગેના વિવાદમાં આખરે કંપનીના એડવોકેટની ધારદાર દલીલો માન્ય રાખી વીમા કંપની દ્વારા પણ અંતે સહમતી આપતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ મારફતે વિવાદનો અંત લાવવા તેમની લવાદ તરીકે નિમવા નિર્ણય આપ્યો છે.

અમદાવાદની દીશમાન કાર્બેજેન એમસીસ લી. નામની દવા બનાવતી કંપની જે બલ્ક ડ્રગ્સનું ઉત્પાદન કરી પુરા વિશ્વમાં સપ્લાય કરે છે તેના પ્લાન્ટસ પૈકી બાવળા સ્થિત પ્લાન્ટમાં સને.ર૦૧૭ માં આગ લાગતા રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીમાં રૂ.૪૪.૦૬ કરોડનુ નુકશાન થયાની જાણ કરેલ. જે બાબતે વિમા કંપનીએ તેમના સર્વેયર મુજબ આ નુકશાન રૂ।.૧૦.૭૮ કરોડનુ અંદાજવામાં આવેલ હતું. જેથી વિમાની પોલિસીમાં રહેલ શરતો મુજબ બાકી રહેતી રકમ માટે આવા વિવાદનો નિકાલ લવાદ મારફતે કરવા વિમાં કંપનીને નોટિસ આપવામાં આવેલ પરંતુ વિમા કંપનીએ સને.૨૦૧૯ માં તેનો ઇન્કાર કરી એવુ જણાવેલ હતુ કે જયારે તેમના હારા એક વખત રકમ ચુકવી આપવામાં આવેલ છે અને પોલિસી ધારક દ્વાર ના-વાંધા પ્રમાણપત્ર માં સહી કરી આ રૂ।.૧૦.૭૮ કરોડ સ્વિકાર્યા બાદ હવે કોઈ વિવાદ ઉભો કરી શકાય નહિ જેથી વિમાની પોલિસીમાં રહેલ લવાદની શરત મુજબ પણ લવાદ નિમી શકાય નહીં.

 જેથી દીશમાન દ્વારા સેજપાલ એસોસીએટસ એડવોકેટસ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી લવાદ નિમી આપવા વિનંતી કરેલ, જેમાં બન્ને પક્ષો હારા અનેક સૂપ્રિમ કોર્ટ તેમજ હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી આ કાયદાકિય મુદા ઉપર વિગતવાર સુનાવણી કરવામાં આવેલ. અરજદાર દ્વારા તાજેતરમાં સપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ રજુ કરેલ જેમાં લવાદના કાયદામાં સુધારો કર્યા બાદ તેના અર્થઘટન ઉપર સ્પષ્ટતા કરેલ છે. દલીલના સમર્થનમાં અરજદાર દ્વારા આઈ.આર.ડી, એ ના પરિપત્રો પણ બતાવવામાં આવેલ. જેમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે વિમો ધરાવનાર વ્યકિત કે કંપની એક વખત વિમા કંપની દ્વારા મંજુર કરવામાં આવેલ રકમ સ્વીકારે અને તે બાબતે ના-વાંધા પ્રમાણપત્ર અથવા વાઉચરમાં સહી કરી આપે તો તેવા સંજોગોમાં તેને બાકીની રકમ માટે વિવાદ નથી તેવુ માની શકાય નહી. આ બાબતે પોલિસી ધારકના હિતમાં સ્પષ્ટતા કરતા આઈ.આર. ડી. એ જે સરકારની રેગ્યુલીટી ઓથોરીટી છે તેના દ્વારા પરીપત્ર બહાર પાડીને વિમા કંપનીઓને સુચના પણ આપવામાં આવેલ છે. તેમજ અન્પ પરિપત્રમાં જણાવવામાં આવેલ છે કે આવા ના-વાંધા પ્રમાણપત્ર કે વાઉચર ન્યાયિક પ્રક્રિયામાં રજુ કરી પોલિસી ધારક સામે તેવો મુદો ઉઠાવી શકાય નહીં કે પોલિસી ધારક હવે વધુ વળતરની માંગણી કરવા હકકદાર નથી.

 પરંતુ સુનાવણીના અંતે વિમા કંપની હારા લવાદ નિમવા માટે સંમતિ આપી દેવામાં આવેલ. જેથી સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્પાયાધિશ મારકતે આ વિવાદનો નિકાલ લાવવા હાઈકોર્ટએ નિમણુંક કરેલ છે જેમાં આ તમામ કાયદાના મુદાઓ ઉપર નિર્ણય કરી શકાશે.

(3:45 pm IST)