Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

માતાજીને ભકતોએ ચઢાવેલા ફૂલોમાંથી બનાવાઇ રહ્યું છે જૈવિક ખાતર

બહુચરાજી મંદિરનો પર્યાવરણ બચાવવાનો નવતર -યોગ : પહેલા ફૂલો પાણીમાં પધરાવતા હતા પરંતુ તેનાથી પર્યાવરણને નુકસાન થતું હતું એટલે હવે તેમાંથી જૈવિક ખાતર બનાવાય છે

મહેસાણા, તા. ૮ : મહેસાણાના બહુચરાજીમાં આદ્યશકિત મા બહુચરા  સાક્ષાત બિરાજમાન છે તેવી આસ્થા સાથે ભકતોની હેલી સતત બહુચરાજી મંદિરમાં જોવા મળે છે. મા બહુચરાજીને અર્પણ કરવા અને મંદિરના સેજ સજાવા માટે રોજ અગણિત ફૂલો મંદિરમાં આવે છે અને તે ફૂલોનો સદઉપયોગ થાય તે માટે મંદિર દ્વારા એક નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. જેમાં મંદિરમાં આવતા ફુલોને ૧૦ દિવસની પ્રોસેસ કર્યા બાદ તેનું ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ જૈવિક ખાતરને શ્રદ્ધાળુઓ માતાજીનો પ્રસાદ સમજીને ઘરે અને ખેતરો સુધી પહોંચાડે છે.

સરકાર દ્વારા હવે ખેતરમાં જૈવિક ખાતર નાખવાંની સલાહ આપવામાં આવે છે અને જેથી ખેડૂતો હવે જૈવિક ખાતરનો વપરાશ પર ભાર પણ મૂકી રહ્યા છે. જેના થકી હવે આ ફૂલોમાંથી બનેવાલા અને ૧૦ દિવસ તેને સંગ્રિહત કાર્ય બાદ પોષણ આપી ને ફૂલોમાંથી ખાતર હવે શ્રદ્ધાલુઓ પોતાના બગીચાના ફૂલ છોડના કુંડાઓમાં તેમજ ખેડૂતના ખેતર સુધી પહોંચી રહ્યા છે. આજે હાજરો કિલો ફૂલોમાં બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે તે ફૂલનો સદ ઉયોગ કરીને ખાતર બનાવીને હવે મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોનાને ખેડૂતના ખેતર સુધી પોંહચાડશે જે થકી હવે સોના જેવો પાક ખેતરમાં લહેરાશે.

આ વિશે બેચરાજી મંદિરના કલાર્ક કિરીટભાઈ જાનીએ કહ્યું કે, જમીન ફળદ્રુપ બને તે માટે સરકાર દ્વારા હવે જૈવિક ખાતર જમીનમાં નાખવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ, ખેડૂતો પણ હવે જૈવિક ખાતરના વપરાશ પર ભાર મૂકી રહ્યા છે. ત્યારે ફૂલોમાંથી બનાવેલું ખાતર ખેતર સુધી પહોંચશે. દરરોજ હજારો કિલો ફૂલો માતા બહુચરાજીના ચરણોમાં અર્પણ થાય છે, તો તે ફૂલોને હવેથી ફેંકી નહિ દેવાય. મંદિર ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી ખાતર રૂપી સોનાને ખેડૂતના ખેતર સુધી પોંહચાડવામાં આવશે.

(3:20 pm IST)