Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૃઃ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા ફુટ પેટ્રોલીંગ

અમદાવાદમાં રથયાત્રાને લઇને પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે ડીઆઇજી અસારીજીની આગેવાની હેઠળ સેકટર -૧ની સ્પેશ્યલ ટીમ સ્ટ્રાઇકીંગ ફોર્સ દ્વારા જગન્નાથ મંદિરથી સરસપુર ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યુ હતુ. કોઇ અણબનાવ ન બને અને દર વર્ષની જેમ રથયાત્રા પહેલા રથયાત્રા જયાંથી પસાર થતી હોય છે. તેવા અલગ અલગ વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવે છે. તેવી જ રીતે ગઇકાલે સીટી વિસ્તારમાં સ્પેશ્યલ ટીમ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ. (તસ્વીરઃ કેતનખત્રી અમદાવાદ)

(12:55 pm IST)