Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં ૩૦૦ ટકાનો વધારો ઝીક્યો :હવે પ્લેટફોર્મ ટિકિટના ૩૦ રૂ, ચુકવવા પડશે

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રહેશે

અમદાવાદ : રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં ૩૦૦ ટકાનો વધારો ઝીક્યો છે ,હવે પ્લેટફોર્મ ટિકિટના ૩૦ રૂપિયા ચુકવવા પડશે જે પહેલા 10 રૂપિયા હતા. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રહેશે. જ્યારે અન્ય સ્ટેશનો ઉપર ૨૦ રૂપિયા રહેશે.

આ પ્લેટફોર્મ ટિકિટના દરોમાં આ વધારો ૨૨ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ. અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબુ્રઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો. બાદમાં પેસેન્જર્સ એસોસિએશનો દ્વારા આ અંગે રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઇ છે. હવે જો તા.૨૨ ઓગસ્ટ સુધીમાં કોરોનાના કેસો વધશે તો ફરીથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાશે અને જો કોરોનાની સ્થિતિ સામાન્ય બની જશે તો ટિકિટના દરમાં ઘટાડાની પણ શક્યતાઓ

(11:49 am IST)