Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

દીવમાં કોરોનાના નવા કેસ ના હોવાથી સરકારી અન્ય રોગ માટે જનરલ ઓપીડી શરુ

ઓપીડી શરૂ કરવામાં આવતા લોકો લાગણી : પર્યટકોમાં ખુશીનો માહોલ

અમદાવાદ : કોરોનાની બીજી લહેર ગુજરાતમાંથી વિદાઈ લઇ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી 100ની અંદર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તો અમુકમાં તો શુન્ય એક્ટિવ કેસ થઇ ગયા છે. નાનકડા સંઘ પ્રદેશ દિવમાં કોરોનાનો એક પણ કેસ એક્ટિવ ન હોવાને કારણે સરકારી હોસ્પિટલમાં ફરીથી ઓ.પી.ડી શરૂ કરવામાં આવી છે. ઓપીડી શરૂ કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે જયારે પર્યટકોમાં ખુશીનો માહોલ છવાયો છે .

(10:52 am IST)