Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

મોટા રાયપુરા ગામની સીમમાં જુગાર રમતા 3 નબીરા રૂ.3,000 સાથે ઝડપાયા,રેડ દરમ્યાન 6 નાસી છૂટ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા રાયપુરા ગામની સીમમાં જુગાર રમતા જુગરીયાઓને રોકડા રૂપિયા સાથે પોલીસે પકડી ગુનો દાખલ કર્યો છે.
 મળતી વિગતો અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે મોટા રાયપુરા ગામની સીમમાં જુગાર પર રેડ કરતા ત્યાં જુગાર રમતા નવ પૈકી કમલભાઇ ઉર્ફે કાણો દેવરાજભાઇ વસાવા,અભયકુમાર વિનોદભાઇ વસાવા )બન્ને રહે.વડીયા તા.નાંદોદ )તથા સમીરભાઇ સંતોષભાઇ( રહે.વેલછેડી તા.ગરૂડેશ્વર જિ.નર્મદા )નાઓ રેડ દરમ્યાન જુગાર રમતા પકડાઈ જતા તેમની અંગઝડતીમાંથી રોકડા રૂ .૧૭૦૦ તથા દાવ ઉપરના રૂ .૧૩૦૦ મળી કુલ્લે કિંમત રૂ .૩૦૦૦ ના જુગારના મુદામાલ સાથે પકડાઈ ગયા હતા જ્યારે વિક્રમભાઇ સાનીયા ઉર્ફે છાણાભાઇ વસાવા( રહે , નાનાઝુંડા તા.ગરૂડેશ્વર ) નિર્મલ ભાઇ ચંપકભાઇ વલવી (રહે .મોટારાયપુરા તા.નાંદોદ ) સાગરભાઇ રાજેશભાઇ વસાવા (રહે , વડીયા,તા.નાંદોદ ), સુખદેવભાઇ વલવી, નિલેશભાઇ શરદભાઇ વલવી (રહે , મોટારાયપુરા તા.નાંદોદ) તથા રોહનભાઇ પરમાર રેડ દરમ્યાન નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:41 pm IST)