Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોઠી ગામના યુવાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી સરકારી કામગીરીમાં વિક્ષેપનો ગુનો દાખલ જોયો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : કેવડિયા કોઠી ગામના યુવાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી સરકારી કામગીરીમાં વિક્ષેપ કરતા ગુનો નોંધાયો છે.
 પ્રાપ્ત માહિતી અનુસાર આશિષ કંચનભાઈ તડવી રહે પટેલ ફળિયું કોઠી કેવડીયાકોલોની જીલ્લો નર્મદા નાએ તારીખ ૦૫/૦૭/૨૦૨૧ ના રોજ રાત્રે ૧૦:૩૨ વાગ્યાના અરસામાં ગુજરાત રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ ગાંધીનગરની વનબંધુ કલ્યાણ યોજના-૨,વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ સુધીની જોગવાઇ હેઠળ ગુજરાતના દરેક આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં કુટુંબ સર્વે અને ગામ સર્વેની કામગીરી ચાલુ હોય નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં સર્વેની ચાલતી કામગીરીમાં અડચણરૂપ થાય અને લોકો ગેરમાર્ગે દોરાય તેવી કેટલીક ખોટી બાબતોનો પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયામાં કરી, ગ્રામજનોને સરકારી લાભોથી વંચિત રાખવા અને સરકારી કામગીરીમાં વિક્ષેપ કરવા માટેનો પ્રયત્ન કરી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી આશિષ કંચનભાઈ તડવીએ ગુનો કરતા આ બાબતે તાલુકા વિકાસ અધિકારી એ.વી.ડાંગીની ફરિયાદના આધારે કેવડીયા પોલીસે આશિષ તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:35 pm IST)