Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

બોરીદ્રા ગામના દેમાલીયા ફળિયામાં ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામના દેમાલીયા ફળિયામાં ટેમ્પોએ એક્ટિવા ગાડીને અડફ્ટમાં લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર હરીલાલભાઇ માનીયાભાઇ વસાવા (રહે બોરીદ્રા )નાઓએ આપેલી ફરીયાદ મુજબ તેમના ગામના દેમાલીયા ફળિયામાં એક ટેમ્પો નંબર GJ - 03 - BW - 6001 પુરપાટ ઝડપે આવી તેમના જમાઈ શ્રાવણભાઈની એક્ટિવા ને ટક્કર મારતા જમાઈને ગંભીર ઇજા થતાં રાજપીપળા સીવીલ હોસ્પિટલમાં સારવાર બાદ વડોદરા એસએસજીમાં રીફર કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન શ્રાવણભાઈનું મોત થતા આમલેથા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(11:36 pm IST)