Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજ્યમાં કાળઝાળ ગરમી: કાલે 7 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં લોકોને હીટવેવની અસરથી બચવા માટે હવામાન વિભાગે સૂચના આપી

અમદાવાદ : રાજ્યના અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં લોકોને હીટવેવની અસરથી બચવા માટે હવામાન વિભાગે સૂચના જાહેર કરી છે. જ્યારે 9 એપ્રિલના રોજ હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છ માં યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે (IMD) રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં લોકોને હીટવેવની અસરથી બચવા માટે હવામાન વિભાગે સૂચના જાહેર કરી છે. જ્યારે 9 એપ્રિલના રોજ હવામાન વિભાગે રાજ્યના 11 જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને કચ્છ માં યલો એલર્ટ જાહેર કર્યું છે.

(8:54 pm IST)