Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ગાંધીનગરના કલાસ-1 અધિકારી ACBના છટકામાં સપડાયા: 15 લાખની લાંચ લેતા ધરપકડ: ખળભળાટ

ટાઉન પ્લાનર એન.એન. મહેતા અને અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરની ACBની ટિમ દ્વારા ધરપકડ

ગાંધીનગર : ગાંધીનગરમાં એક કલાસ-1 અધિકારી ACBના શકંજામા આવી ગયા છે. મળતી માહિતી મુજબ હાલ 15 લાખની લાંચ લેતા ટાઉન પ્લાનર એન.એન. મહેતા અને અન્ય એક આસિસ્ટન્ટ પ્લાનરની ACBની ટિમ દ્વારા ધરપકડ કરવામા આવી છે. ત્યારે આ ખબર મળતાની સાથે જ સમગ્ર તંત્ર હચમચી ગયુ છે

અંગેની વિગત મુજબ ફરિયાદીના પત્નીના શેરથા ગામ ગાંધીનગર ખાતે હાઇવે ઉપર બે ફાયનલ પ્લોટના પઝેશન કલેક્ટર, ગાંધીનગર એ સોંપેલ હતા. જે બન્ને પ્લોટ ના ફાઇનલ માપ માટે ફરિયાદી એ ગુડામાં અરજી કરેલ હતી. જે બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગુડામાંથી અરજી નગર રચના અધિકારીની કચેરી, ગુ.ડા. એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે મોકલ આપેલ હતી. જે અરજી અનુસંધાને બન્ને પ્લોટના માપ કાઢવાની તથા તેનો અભિપ્રાય આપવાની સત્તા આરોપી નયનભાઇ નટવરલાલ મહેતા, ટાઉન પ્લાનર (વર્ગ-૧) મુખ્ય નગર નિયોજકની કચેરી, સેક્ટર-૧૦, સેન્ટ જેવીયર્સ ની સામે, ગાંધીનગર  (ચાર્જ- ટાઉન પ્લાનીંગ ઓફિસર વર્ગ-૧, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગરનં. પાસે હોય આ બન્ને પ્લોટનું માપ કાઢવાના તથા અભિપ્રાય આપવાના અવેજ પેટે રૂ.૧૫ લાખની માંગણી કરેલ. જે હેતુલક્ષી વાતચીતનું ફરિયાદીએ રેકોર્ડીગ કરી લીધેલ અને આ કામના ફરિયાદી આ લાંચના રૂપિયા આપવા માંગતા ના હોય એસીબીનો સંપર્ક કરેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવતા આરોપી

સંજયકુમાર ખુમાનસિંહ હઠીલા ( પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, નગર રચના અધિકારીની કચેરી, ગુડા એકમ, બહુમાળી ભવન, બીજો માળ, સેક્ટર-૧૧, ગાંધીનગર) ને નયન નટવરલાલ મહેતાના કહેવાથી ફરિયાદીએ રૂ.એક લાખ આપેલ અને બાકી ના રૂ.ચૌદ લાખ નયન નટવરલાલએ  સ્વિકારી બન્ને આરોપી પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યો હતો

 ઉપરોકત બન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.  

 ટ્રેપ કરનાર અધિકારી તરીકે એચ.બી.ચાવડા, પોલીસ ઇન્સ્પેક્ટર, ગાંધીનગર એસીબી પો.સ્ટે. તથા ગાંધીનગર એસીબી ટીમ  અને સુપરવિઝન અધિકારી તરીકે એ. કે.પરમાર, મદદનીશ નિયામક, એસીબી, ગાંધીનગર એકમ, ગાંધીનગર. રહ્યાં હતા

 

(10:05 pm IST)