Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વિરમગામ મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના મેડિકલ ઓફિસરનો વિદાય સમારંભ યોજાયો

ડો.નિમેશ પટેલ દ્વારા વિરમગામ ખાતે ૭ વર્ષ સુધી આરોગ્ય સેવાઓ આપવામાં આવી : ૧ વર્ષ સુધી અધિક્ષકનો ચાર્જ પણ સંભાળ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં આવેલ મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.નિમેશ ભરતભાઇ પટેલની તાજેતમાં જ માનસીક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતે મેડીકલ ઓફિસર તરીકે બદલી થયેલ હતી. વિરમગામ શહેરમાં આવેલ મહાત્મા ગાંધી સરકારી દવાખાનામાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.નિમેશ ભરતભાઇ પટેલની બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. સાથી કર્મચારીઓ દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ડો.નિમેશ ભરતભાઇ પટેલ વર્ષ ૨૦૧૪માં મેડીકલ ઓફિસર તરીકે વિરમગામના સામિહક આરોગ્ય કેન્દ્રમાં હાજર થયા હતા. તેઓએ ૭ વર્ષ સુધી વિરમગામ ખાતે આરોગ્ય સેવાઓ આપેલ છે અને ૧ વર્ષ સુધી અધિક્ષકનો ચાર્જ પણ સંભાળ્યો હતો.

(8:16 pm IST)