Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને અદકેરો અનુભવ થયો.

એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા: વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી અને બાળકો સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી

અમદાવાદ :મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવ માં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત ના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા.
 માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે  પોતીકા  ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર  પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી.
  ભુપેન્દ્રભાઈ  પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની  ચા ની ચૂસકી લીધી અને  નાસ્તો પણ કર્યો હતો.
મંત્રી પુર્ણેશ મોદી, અરવિંદ રૈયાણી મુખ્યસચિવ શ્રી પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા.

(7:11 pm IST)