Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

જીતુભાઇ વાઘાણીના નિવેદનથી વિવાદ વકર્યો :દિલ્હીના શિક્ષણમંત્રીએ કહ્યું 'હું સોમવારે ગુજરાતની શાળા આવું છું

વિવાદ વકરતા શિક્ષણમંત્રી વાઘાણીએ ખુલાસો કર્યો કે નિવેદન ટુકડે ટુકડે રજૂ કરાયું : મનીષ સિસોદિયા પ્રહાર કરતા કહ્યું અહંકાર સમાયેલો છે. આ નિવેદન ખૂબ જ શરમજનક છે

ફોટો jitu  નોટિફિકેશન ફોટો કટ કરીને મુકવો આખો મુકવો નહિ )

અમદાવાદ : ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ ભાઈ વાઘાણીએ શિક્ષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત જીતુ ભાઈ વાઘાણી અને ભાજપ સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. ત્યારે જીતુભાઈ વાઘાણીના નિવેદન પર દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પલટવાર વાર કર્યો છે. અને કહ્યું છે કે ગુજરાતમાં શિક્ષા વ્યવસ્થામાં કોઈ કામ નથી થયુ, સોમવારે હું ગુજરાત પ્રવાસ પર આવી રહ્યો છું ત્યારે હું ગુજરાતની સ્કૂલો જોવા જઈશ. સાથે વાઘાણી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જીતુભાઈ  વાઘાણીના નિવેદનમાં અહંકાર સમાયેલો છે. આ નિવેદન ખૂબ જ શરમજનક છે

આ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના નિવેદન મામલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી વાતને ટૂંકડે ટુકડે રજૂ કરવામાં આવી છે. આ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. ગુજરાતના ગૌરવ માટે મારે કોઇના સર્ટિફિકેટની જરુર નથી. ગુજરાત અને દેશમાં રહીને દેશ વિરોધી વાતો કરે છે. 

ગઈકાલે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે ગુજરાતના શિક્ષણમંત્રીએ ગુજરાતના લોકોને ધમકી આપી છે. ભાજપ 27 વર્ષથી સારૂ શિક્ષણ નથી આપી શક્યું. લોકોને ગુજરાત છોડીને જવાની જરૂરિયાત નથી. ગુજરાતમાં AAP સરકાર બનાવશે. ગુજરાતમાં પણ દિલ્લીની માફક સારૂ શિક્ષણ આપવામાં આવશે.

બુધવારના રોજ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત સ્કૂલના લોકાપર્ણ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર આડકતરા પ્રહારો કર્યા હતાં. અને જણાવ્યું હતું કે, જે લોકોને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગે તે અહીંથી જતા રહે, ગુજરાતનું શિક્ષણ સારું ન લાગે તેને જે રાજ્યમાં જવું હોય ત્યાં જઈ શકે છે.વધુમાં શિક્ષણમંત્રી બોલ્યા હતા કે જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે' શિક્ષણને લગતાં સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. આપણે તો કહ્યું છે કે ગુજરાત આવો, વ્યવસ્થાઓ જુઓ શિક્ષણને લગતા સૂચનો કરો પણ એ લોકોને ટીકા જ કરવી છે. જે ગુજરાતમાં જન્મ્યા, શિક્ષણ મેળવ્યું હવે બીજા દેશ-રાજ્યો સારા લાગે છે.

થોડા દિવસ અગાઉ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. અને શિક્ષણ મંત્રી જીતુભાઈ  વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે હાલમાં ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું.ગુજરાતના શિક્ષણમંત્રી જ્યારે ઈચ્છે તે સમયે આમને સામને ડિબેટ કરવા તૈયાર છે.

(6:54 pm IST)