Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વડોદરા: કરજણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પોલીસે 8 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા: કરજણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કંપનીના શેડમાં વિદેશી દારૃનો જથ્થો ઉતારનાર આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.આ દારૃનો જથ્થો સપ્લાય કરનાર આરોપીઓની સામેે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે ૮.૦૭ લાખનો દારૃ કબજે કર્યો છે. ગ્રામ્ય એલ.સી.બી.ને માહિતી મળી હતી કે,કરજણ બામણ ગામે આવેલી હોરિઝન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ઇન્ફિનાઇટ ટાર્ગેટ એન્ડ કંપની ના શેડમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખ્યો છે.જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા વિદેશી દારૃની ૩૦૫ બોટલ કિંમત  રૃપિયા ૧,૦૧,૮૪૦ ની મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી (૧) આકાશ જીતેન્દ્રભાઇ જાદવ (રહે.રામનાથ સ્મશાનની પાસે,વાડી) અને (૨) રાકેશ જ્યંતિભાઇ  રાઠોડ (રહે.વડસર  ગામ) ને ઝડપી પાડયા હતા.પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે,આ દારૃનો જથ્થો ગાજરાવાડી વિસ્તારમાં રહેતા પ્રદિપસિંહ હિંમતસિંહ પરમાર (રહે.શિવનગર, ગાજરાવાડી) એ ઉતાર્યો હતો.પોલીસે પ્રદિપસિંહની પૂછપરછ કરતા તેણે  જણાવ્યું હતું કે,શેડની અંદર બનાવેલી ઓફિસની છતમાં અન્ય જથ્થો સંતાડયો છે.જેમાં તપાસ કરતા વિદેશી દારૃની ૨,૫૨૦ બોટલ કિંમત રૃપિયા ૭.૦૫  લાખની  મળી આવી હતી.પોલીસે દારૃની કુલ ૨,૮૨૫ બોટલ કિંમત રૃપિયા ૮.૦૭ લાખની કબજે કરી હતી.આ દારૃનો જથ્થો વડોદરાના વિપુલ મોટો તથા સોનુ આપી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી, પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કર્યા છે.

(6:15 pm IST)