Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

કોરોના વાયરસના કારણોસર વચગાળાના જામીન પર છૂટી ફરાર થયેલ વડોદરાના કેદીને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

વડોદરા: કોરોના વાયરસના કારણે વચગાળાના જામીન પર છૂટીને ફરાર થઇ ગયેલા કેદીની સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વારસિયાની પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા વિજય લક્ષ્મણભાઈ ચોઇથાણીની સામે  વડોદરા ફેમિલી કોર્ટમાં ભરણ પોષણનો  કેસ થયો હતો.ભરણ પોષણના બાકી પડતા ૮૪ હજાર  રૃપિયા નહી ચૂકવનાર વિજયને વડોદરા કોર્ટે ૮૪ દિવસની સજા કરી હતી.વડોદરા જેલમાં  સજા કાપતા વિજયને  કોરોના વાયરસના કારણે તા.૧૯-૦૧-૨૦૨૨ ના રોજ વચગાળાના જામીન પર મુક્ત  કરવામાં આવ્યો હતો.કેદીને પરત તા.૨૧-૦૩-૨૦૨૨ ના રોજ જેલમાં હાજર થવાનું હતું.પરંતુ,તે હાજર થયો નહતો.કેદીને પકડવા માટે જેલ તંત્ર દ્વારા  પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો.પરંતુ, તે હજી પકડાયો નથી.જેથી,કેદી સામે જેલરે રાવપુરા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:57 pm IST)