Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વડોદરાના પાદરા તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડા પાડી મકાનમાંથી 4 શખ્સોની ધરપકડ કરી

વડોદરા :જીલ્લાના પાદરા તાલુકામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે દરોડો પાડીને આઇપીએલ મેચ પર સટ્ટો રમાડવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આરોપીના મકાન માંથી 10 મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ સહીત હિસાબો લખેલી બુક કબજે લીધી હતી. હિસાબોમાં લખેલા નામો પ્રમાણે એસએમસી એ 48 જેટલા આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે સટ્ટો રમાડવાનું નેટવર્ક ચલાવતા ચાર મુખ્ય આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલનો ચાર્જ જ્યારથીની નિર્લિપ્ત રાયે સંભાળ્યો છે. ત્યારથી એસએમસીએ જાહેર જનતા સાથે વધુ નિકટતાથી સંપર્ક બનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં નિર્લિપ્ત રાય એસએમસીને મળતી દરેક ફરિયાદોને ખુબ સતર્કતાથી મોનીટરીંગ કરે છે. અને ત્વરિત એક્શન પણ લેવામાં આવે છે. જેમાં વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના પાદરા ટાઉનમાં આવેલી નારયણ નગર સોસાયટીમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતીના આધારે દરોડો પાડતા, સ્થળ પરથી ચાર આરોપીઓ મળી આવ્યા હતા. ગત રોજ રમાયેલી મુંબઈ – કોલકત્તા વચ્ચેની મેચમાં સટ્ટો રમાડ્યો હોવાની વિગતો સ્થળ પરથી મળી હતી.

એસએમસી ની ટીમે સટ્ટો રમાડનાર મુખ્ય આરોપી અલતાફહુસેન અહેમદભાઇ મણીયાર ઉ.વ.42 રહેવાસી બી-69 મસીહાપાકટ જાસપુર રોડ પાદરા જીલ્લો વડોદરા , સાહીલ યુસફભાઇ જાની ઉ.વ.22 રહેવાસી ઘર નંબર- બી/11 નારાયણનગર સોસાયટી વાત્સ્લ્ય હોસ્પિટલ પાછળ પાદરા તાલુકો પાદરા જીલ્લો વડોદરા , અસફાકભાઇ મહમદભાઇ મલેક ઉ.વ.39 રહેવાસી ઉંચીપોળ, પાદરા તાલુકો પાદરા જીલ્લો વડોદરા, સિધાર્થ કીરણભાઇ પટેલ ઉ.વ.27 રહેવાસી ઘર નંબર-7 મીલીનકુંજ સોસાયટી સ્ટેશન રોડ પાદરા તાલુકો પાદરા જીલ્લો વડોદરાની ધરપકડ કરી હતી. મકાનમાંથી 10 મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ સહીત હિસાબો લખેલી બુક કબજે લીધી હતી બુકમાં લખેલી વિગતો પ્રમાણે પોલીસે 48 જેટલા ખેલીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(5:57 pm IST)