Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વડોદરા:એમ્બ્યુલન્સ ચાલકની ખોટી ઓળખ આપી અજાણ્યો ગઠિયો મહિલાની એક્ટિવા લઇ રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરની સયાજી હોસ્પિટલમાં દર્દીના સંબંધીનો વિશ્વાસ કેળવી દવા લેવાના બહાને અજાણ્યો ગઠિયો એક્ટિવા લઈ રફુચક્કર થઈ જવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં આજવા રોડ ખાતે કૃષ્ણનગરમાં રહેતા ગણેશરામ મેઘવાલ વાઘોડિયા ચોકડી નજીક આવેલી જગદીશ ફ્રુડ ઝોનમાં નોકરી કરે છે.  કંપનીના વાપર ઉપયોગ માટે એકટીવા વસાવી રાખી છે . જેનો તેઓ ઉપયોગ કરે છે. 26મી માર્ચના રોજ તેમની બે વર્ષની ભત્રીજી બીમાર હોય સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ગયા હતા. દરમિયાન વોર્ડ નંબર 17 ની સામે અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારી ભત્રીજી સિરિયસ થઈ ગઈ છે અને તમારા ભાઈ નેનારામએ મને બહારથી દવા લાવવા જણાવ્યું છે. જેથી વિશ્વાસમાં આવી તેઓએ પોતાનું એકટીવા અજાણ્યા વ્યક્તિને આપતા તે ફરાર થઈ ગયો હતો. અત્રે નોંધનીય છે કે , અજાણી વ્યક્તિ છેલ્લા બે દિવસથી ફરિયાદીના સંપર્કમાં હોય પોતાની ઓળખ એમ્બ્યુલન્સ ચાલક તરીકે આપી હતી.

(5:56 pm IST)