Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

સુરતમાં કતારગામ ઝોનમાં દબાણ દૂર કરવા ગયેલ પાલિકાની ટિમ પર માથાભારે શખ્સોનો હુમલો

સુરત: પાલિકાના કતારગામ ઝોનમાં માથા ભારે દબાણ કરનારાઓ એ પાલિકાની ટીમ પર હુમલો કર્યો હતો. કટારગામ બાલાશ્રમ આરોગ્ય કેન્દ્ર નજીક દબાણ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમને ગાડીના કાચ ફોડી નંખાયા હતા. પાલિકાની ટીમને ઘેરો ઘાલી લેતા પોલીસ બોલાવી ને દબાણ દૂર કરવાની ફરજ પડી હતી. આ પહેલા પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ ત્યારે પણ તેમની પર હુમલો કરાયો હતો. આજે બાલાશ્રમની પાસેના ટી.પી.રસ્તા પર દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો થતા પોલીસ બોલાવવી પડી હતી. કતારગામ ઝોનના સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ કતારગામ મેઇન રોડ પર બાલાશ્રમની પાસેથી કતારગામ આરોગ્ય કેન્દ્ર તરફ જતા રસ્તા પર છેલ્લા ઘણા સમયથી રોજે રોજ દબાણોની સંખ્યા વધી રહી છે. અહી શાકભાજી, છુટક વસ્તુ વેંચતા ફેરીયા અને ખાણી-પીણીની લારીઓના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા વધી છે. આરોગ્ય કેન્દ્ર પણ અહી હોવાથી દર્દીઓને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે. તેથી ઝોન દ્વારા થોડા સમય પહેલા સતત આઠ દિવસ અહી દબાણ હટાવવા કોમ્બીંગ થયું હતુ પરંતુ જેવુ કોમ્બીંગ બંધ થયુ કે તુરંત દબાણો શરૂ થઇ ગયા છે. તેથી આજે પાલિકાની ની ટીમ દબાણ હટાવવા ગઇ હતી. ત્યારે માથભારે દબાણકર્તાઓએ મનપાની ટીમને ઘેરી લઇ હુમલો કર્યો હતો અને એક ગાડીના કાચ પણ તોડી નાંખ્યા હતા, દરમીયાન મામલો ગરમાતા પોલીસ બોલાવાઇ હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવાયા હતા.

(5:53 pm IST)