Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

કલોલના પંચવટી વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી સાત શકુનિઓને ઝડપી પાડયા

કલોલ : કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ સ્થાપત્ય બંગલોમાં જુગારધામ ચાલી રહ્યું હતું. તેની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે બંગલાના ઉપરના માળે જુગારધામો ધમધમી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા સાત લોકોને ઝડપી લીધા હતા અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

કલોલ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે કલોલ ના પંચવટી વિસ્તારમાં આવેલ સ્થાપત્ય બંગલોના ૧૫ નંબરમા જુગાર રમાઇ રહ્યો છે જે બાતમી મુજબ પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે તે જુગારની મહેફિલ ચાલતી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા રાકેશભાઈ જીવાભાઈ પટેલ તથા વિમલભાઈ વિનોદભાઈ પટેલ અને મિત્ર વિષ્ણુભાઈ પટેલ તથા અલ્પેશભાઈ મફતલાલ પટેલ સંજયભાઈ અમૃતભાઈ પટેલ તથા લલિતભાઈ બાબુભાઈ પટેલ અને રોહિતભાઈ રમેશભાઈ પટેલને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી જુગાર રમવાના પાના પતા તેમજ રોકડા રૃપિયા ૫૫૫૦૦ તથા મોબાઈલ નંગ પાંચ કિંમત રૃપિયા ૨૩૦૦૦ મળીને કુલ રૃપિયા ૭૮ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને જુગારીઓને જેલના સળિયા પાછળ ધકેલી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(6:14 pm IST)