Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ગાંધીનગરના સે-5માં છેલ્લા એક મહિનાથી સરકારી દવાખાના પાસે ઉભરાતી ગટરના ત્રાસથી લોકોને હાલાકી

ગાંધીનગર:શહેરના સેકટર ૫માં છેલ્લા એક મહિનાથી સરકારી દવાખાના પાસે જ ગટર ઉભરાઇ રહી છે .જેના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. અસહ્ય દુર્ગંધને કારણે વસાહતીઓ તોબા પોકારી ઉઠયા છે. ત્યારે આગામી દિવસમાં આ મામલે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન શરૃ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

સેકટર પના જાહેર રોડ ઉપર સરકારી દવાખાના પાસે પાણીની ટાંકીની બાજુમાં ગટરો છેલ્લા એક માસથી ઉભરાય છે જેના કારણે રોડ પર પણ પાણી આવે છે. ઘણા સમયથી ઉભરાતી ગટરોને કારણે જાહેર રોડની બાજુમાં ગટરના પાણી ભરાઇ ગયા છે. કાદવ કીચડ અને પાણીમાં લીલ  હોવાથી જાહેર રોડ પર સવારે વોકિંગ કરતાં નાગરિકો તથા દિવસ દરમ્યાન ધંધા રોજગાર માટે અવરજવર કરતાં વસાહતીઓ અને સેકટર પ સીના રહેણાંક વિસ્તારના વસાહતીઓને ખુબજ દુર્ગંધથી ત્રાસી ગયા છે. અત્યારે ઉનાળામાં ગટરની આજુબાજુ ભરાયેલા અને જામી ગયેલા કાદવ કીચડને કારણે જીવજંતુ મચ્છરોનો ઉપદૃવ થયો છે. જેના કારણે જાહેર રોડ રસ્તા પર અવરજવર કરતાં વસાહતીઓ તથા બાજુમાં રહેણાંક વિસ્તારમાં રહેતા વસાહતીઓને ટાઈફોઈડ, કોલેરા, મેલેરિયા જેવા જીવલેણ રોગનો ભોગ બને તે પહેલાં સતત દરરોજ ઉભરાતી ગટરો જાહેર રોડ રસ્તા પર અને વસાહતીઓના રહેણાંક વિસ્તારની ગટરો ઉભરાતી બંધ કરવામાં અને ચોકઅપ થયેલી ગટરોને સાફસૂફી કરી સત્વરે સરકાર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક વસાહતીઓની માગણી છે.

(5:50 pm IST)