Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

પાસપોર્ટ કે સામાન્‍ય કામ માટે પોલીસ સ્‍ટેશને આવતા લોકો સાથે ગેરવર્તન કરનાર સામે પગલા ભરજો, જો કોઇ ઉચ્‍ચ અધિકારી પગલા નહીં ભરે તો મારા સુધી ફરિયાદ આવી તો હું ઉચ્‍ચ અધિકારી સામે પગલા ભરીશઃ હર્ષ સંઘવીની ચેતવણી

સુરતમાં પોલીસ પરિવાર માટે ભવિષ્‍ય કેન્‍દ્ર અભિયાનની નવી પહેલનું ગૃહ રાજ્‍યમંત્રીના હસ્‍તે પ્રારંભ

સુરત: સુરત પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરાઈ છે. સુરત પોલીસ દ્વારા "ભવિષ્ય" કેન્દ્ર શરૂ કરાયુ છે. સુરત પોલીસ પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકિર્દી માટે પ્રેરણા આપનારુ બની રહેશે. રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે.

ગૃહ રાજ્યમંત્રીએ સુરતમાં "ભવિષ્ય" કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે. પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઈપણ ગેરવર્તન કરશે તો તેની સામે પગલાં ફરજો અને જો કોઈ ઉચ્ચ અધિકારીઓ પગલાં નહીં ભરે અને ફરિયાદ મારા સુધી પહોંચી તો તે ઉચ્ચ અધિકારી સામે પગલાં ભરાશે. સાથે તમામ પોલીસ અધિકારીઓને ફૂટ પેટ્રોલિંગ વધારવાની સૂચના આપી છે. સોસાયટીમાં જાગૃતિ લાવવા માટે પેટ્રોલિંગ વધારવાનું અભિયાન શરૂ કરાયું છે.

સુરતમાં પોલીસ પરિવાર માટે ભવિષ્ય કેન્દ્ર અભિયાનની નવી પહેલનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો. જે પોલીસ પરિવારના બાળકો માટે UPSC, GPSC સહિત સરકારી પરીક્ષામાં કારકીર્દી બનવા માટે ખુબ ઉપયોગ થશે. પોલીસ દ્વારા વિશેષ લાયબ્રેરી સેવા પણ શરૂ કરાઈ છે. ત્યારે આ પ્રસંગે હર્ષ સંઘવીએ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને લોકો સાથે યોગ્ય વર્તન કરવાની સૂચના આપી હતી.

(5:17 pm IST)