Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

જયપુરમાં જલજીવન અને સ્‍વચ્‍છ ભારત મિશનમાં ભાગ લેતા મંત્રી બ્રિજેશ મેરજા

રાજકોટ તા. ૮ : રાજસ્‍થાનના જયપુર ખાતે જીવન મિશન અને સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત યોજાયેલ રાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સમાં શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્‍વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ભાગ લઇને ગુજરાત રાજયનું પ્રતિનિધિત્‍વ કર્યું હતું.

જળ શકિત મંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવતની ઉપસ્‍થિતીમાં જયપુર ખાતે જળ જીવન મિશન અને સ્‍વચ્‍છ ભારત  મિશન-ગ્રામીણ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવા રાષ્‍ટ્રીય કક્ષાની કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ માટે શેખાવતના અધ્‍યક્ષ પદે પ્રાદેશિક પરિષદની બેઠકમાં આઠ રાજયો ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મહારાષ્‍ટ્ર, પંજાબ, રાજસ્‍થાન, ઉત્તરાખંડ, જમ્‍મુ અને કાશ્‍મીર, લદ્દાખ, દમણ-દીવ તથા દાદરા અને નગર હવેલી સહીતના રાજયોના પ્રતિનિધિઓએ ભાગ લઇને મિશનને જન આંદોલન અને જનભાગીદારી બનાવવાના પ્રયાસોની સમીક્ષા કરવામાં આવી છે આ કોન્‍ફરન્‍સમાં ગુજરાત રાજય વતી ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર પંચાયત (સ્‍વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ભાગ લીધેલ હતો.

(4:22 pm IST)