Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

સાવધાન નિર્લિપ્‍ત રાય હવે ગુજરાતના લોકોના સહકારથી રાજયભરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર તૂટી પડશે

રાજયભરમાં દરોડા પાડવાની સંપૂર્ણ સતા ધરાવતા સ્‍ટેટ મોનીટરીંગ સેલ એસપી દ્વારા ગુજરાતભરના લોકોને સહયોગ આપવા જાહેર અપીલ, વોટ્‍સેપ નંબર જાહેર કરાયા: આશિષ ભાટિયાનું રાજયભરમાં દારૂ, જુગાર, કેફી પદાર્થ, ગેરકાયદે હથિયારો પર સજજડ બ્રેક મારવાનું સ્‍વપ્‍ન સાકાર થવાની દિશામાં પગરણ મંડાયા

રાજકોટ, તા.૮: તાજેતરમાં આઇપીએસ લેવલે વિવિધ શહેર જિલ્લાઓમાં આગામી ધારાસભા ચૂંટણી ધ્‍યાને રાખી ચોકકસ શહેર જિલ્લાઓમાં પસંદગીના અધિકારીઓ મૂકવા સાથે આમ આદમી પાર્ટી, અને કોંગ્રેસ આ મુદ્દે અને ખાસ કરી દારૂ,જુગાર,રાજકોટ પ્રકરણ સહિત મુદ્દાઓ ઉજાગર કરી લોકોનુ ધ્‍યાન આકર્ષિત કરે તેવી પાકી માહિતી આધારે રાજ્‍ય સરકાર દ્વારા માસ્‍ટર સ્‍ટ્રોક અંતર્ગત સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં ખરા અર્થમાં જાંબાઝ અને અસામાજિક તત્‍વો સાથે કોઈની શરમ રાખ્‍યા વગર કડકાઈથી કામ કરી શકે તેવા નિર્લિપ્‍ત રાયને આખા રાજ્‍યની હકૂમત ધરાવતા સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુક આપી વિરોધી પ્રચાર  કામીયાબ ન બને તેવું આયોજન કરેલ છે.                     

 સ્‍વચ્‍છ છબી ધરાવતા અને રાજ્‍ય ભરમાં માત્ર દારૂ, જુગાર જ નહિ કેફી પદાર્થ, ગેર કાયદે હથિયારો સહિતની પ્રવળત્તિઓ કડક હાથે ડામવા માટે સક્રિય આશિષ ભાટિયા હવે નિર્લિપ્‍ત રાયની પસંદગીથી  જોશથી કામગીરી લેવા સજ્જ બન્‍યા છે.       

દરમિયાન સ્‍ટેટ મોનીટરીંગ સેલના નવ નિયુક્‍ત એસપી નિર્લિપ્ત રાય દ્વારા પણ એક જાહેર અપીલ દ્વારા ગુજરાત ભરના લોકોને તેમની આજુબાજુમાં દારૂ, જુગાર સહિતની કોઇ પણ પ્રકારની ગેર કાયદે પ્રવળત્તિઓ ચાલતી હોય તો મો. ૯૯૭૮૯ ૩૪૪૪૪  ઉપર વ્‍હોટસ એપ પર માહિતી મોકલવા જણાવતા સન્‍નાટો મચવા પામ્‍યો છે.   આ અધિકારી બાતમી લોક કરવાને બદલે ગમે ત્‍યાં ત્રાટકવા સક્ષમ હોવાની છાપ ધરાવતા હોવાથી પોલીસ તંત્રમાં ઘણા અંદર ખાને ફફડી રહ્યા છે.(૩૦.૪)

 

(1:19 pm IST)