Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ગુજરાતની ઇન્‍કમટેક્‍સની આવક રૂા. ૭૦,૦૦૦ કરોડથી વધુ થઇ

ગયા વર્ષની તુલનાએ આવકમાં ૧૧૪ ટકાનો જંગી વધારો થયો : પ્રિન્‍સીપાલ ચીફ કમિશનર

અમદાવાદ તા. ૮ : ગુજરાતની ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષની આવકવેરાની આવક રૂા. ૭૦,૦૦૦ કરોડને આંબી ગઇ છે. ૨૦૨૦-૨૧ના વર્ષની તુલનાએ આ આવકમાં આ વરસની આવકમાં ૧૧૪ ટકાનો વધારો થયો હોવાનું ગુજરાતના પ્રિન્‍સીપાલ ચીફ કમિશનર રવિન્‍દ્ર કુમારે જણાવ્‍યું હતું.

કોરોના કાળ પછી ધંધાઓ તૂટી પડયા હોવાની બૂમરાણ વચ્‍ચે પણ સહજ પણે ગુજરાતના ફાર્માસ્‍યૂટિકલ સેકટરની કંપનીઓની આવકમાં આ વરસે ખાસ્‍સો વધારો આવ્‍યો હોવાથી તેમના થકી ટેક્‍સની આવકમાં વધારો થયો છે. ફાર્માસ્‍યૂટિકલ્‍સની માફક જ કેમિકલ ઉદ્યોગ તરફથી પણ ગુજરાતના આવકવેરાની આવકમાં ઘણો મોટો ફાળો આવ્‍યો હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

(1:02 pm IST)