Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ આધેડ મહિલાને સારવાર અર્થે જરૂરી આધાર કાર્ડ હોસ્પિટલમાં કાઢી અપાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકામાં આધાર કાર્ડની કામગીરી કરતા ઓપરેટર ચાવડા પૃથ્વીરાજસિંહ એક બાદ એક કચેરી સુધી ન પહોંચી શકતા જરૂરિયાતમંદ લોકો માટે સ્થળ પર જઈને આધાર કાર્ડની કામગીરી કરી લોકોની મદદ કરી રહ્યા હોય આજે બપોરે રાજપીપળા સિવિલમાં દાખલ સિસોદ્રા ગામના આધેડ મહિલાના આધાર કાર્ડની પ્રક્રિયા પુરી કરી હતી

નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામમાં એકલા રહેતા મદીનાબીબી સિકંદરભાઈ સોલંકી,(66) નાઓ પડી જતા પગમાં ક્રેક થઈ તેમને પાડોશીઓ રાજપીપળા સિવિલમાં લાવ્યા સાત દિવસથી તેઓ સિવિલમાં દાખલ તેમના પગનું ઓપરેશન કરવાનું હોવાથી આધારકાર્ડની જરૂર પડી તેમના આધારકાર્ડમાં ફિંગર ન આવતા રાજપીપળા નગરપાલિકામાં આધારની કામગીરી કરતા ઓપરેટર ચાવડા પૃથ્વીરાજસિંહએ સીવીલ હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં જઇ તેમના આધાર કાર્ડની જરૂરી કામગીરી પુરી કરી આપતા આ આધેડ મહિલાને રાહત થઈ હતી.

(10:56 am IST)