Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજપીપળા મામલતદાર કચેરીમાં 3 દિવસથી સર્વર બંધ રહેતા દૂર દૂરના ગામોમાંથી આવતા અરજદારોને ધક્કા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં અવાર નવાર સર્વરની તકલીફ આવતા ઓનલાઈન સેવા બંધ થઈ જતા સરકારી કામ અર્થે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાઈ છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજપીપળા મામલતદાર કચેરીમાં પણ ત્રણ દિવસથી સર્વર બગડતા ઓનલાઈન કામો અટવાઈ ગઈ હતા

સતત ત્રણ દિવસથી સર્વર ખોટકાતા નાંદોદ તાલુકાના ગામોમાંથી રાજપીપળા દાખલ ,રેસનકાર્ડ સહિતના ઓનલાઈન કામો કરાવવા આવતા અરજદારો બસ ભાડું કે પેટ્રોલ બગાડી ધક્કા ખાઈ રહ્યા છે જેમાં ત્રણ દિવસથી એકજ જવાબ મળે છે કે સર્વર હજુ ચાલુ નથી થયું ત્યારે એક તરફ આકરી ગરમી અને મોંઘું પેટ્રોલ બગડી કચેરી પર આવતા અરજદારોને હાલની મોંઘવારીમાં વધુ આર્થિક ફટકો પડતા સરકાર ઓનલાઈન બંધ હોય તો અન્ય વિકલ્પ રાખે તેવી આશા સેવી રહ્યા છે.

 

(11:21 pm IST)