Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

પત્નીને ઘરકામમા મદદ કરતા સાસુની રોકટોકથી કંટાળેલી પરણિતાને અભયમ નર્મદા મદદરૂપ બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા પાસેના એક ગામથી એક પીડિત મહિલા નો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મા કોલ આવેલ તેમના સાસુ રોજ માનસિક રીતે ત્રાસ આપે છે માટે રાજપીપલા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉંન્સેલિંગ કરી પારિવારિક ઝગડાનું સમાધાન કરાવ્યું હતું.

મળતી માહિતી મુજબ પીડિત મહિલા નામે સજલી બેનના લગ્ન ને દોઢ વર્ષ થયાં છે જેઓ એક બાળકી ના માતા છે. તેમનું સ્વાસ્થ્ય સારું ન હતું જેના કારણે ઘરકામ અને ખેતી નું કામ ઝડપ થી થઈ શકતું ન હતું કૂવા માંથી પાણી લેવા તેમના પતિ મદદ કરતાં જે સાસુ ને ગમતું નહિ અને પતિ ને મને મદદ કરવા બદલ રોકતા અને પુરુષ થઇ ઘર કામ કરે છે તો એક પુરુષ ને નાં શોભે તેમ કહી ઝગડા કરતા હતા અને ધમકી આપતાં કે બાળકી ને અમે લઈ લઈશું તું બીજા લગ્ન કરી લે. અમે બીજી વહુ લઈ આવીશું આ રીતે રોજ માનસિક રીતે હેરાનગતિ કરતા હોય પતિ ને ઉશ્કેરતા પતિ વ્યસન ના રવાડે ચડી ગયાં છે જેઓ મોટા ભાગે ઘર બહાર રહે છે સાસુ ઘર ખર્ચ માટે કોઇ પેસા આપતાં નથી જેથી ઘરે બેસી ને સાડી માં મોતી ભરવાનું કામ કરું જેથી અમારું ઘર નો ખર્ચો ચાલ્યા કરે છે.
ત્યારબાદ અભયમ ટીમે સાસુ નું અસરકારક કાઉન્સિલગ કરતા જણાવેલ કે તમારા દીકરા વહું ને મનમેળ છે તો તમારે ખુશ થવું જોઇએ આ રીતે દીકરાની વહું ને હેરાન કરવી કાયદેસર ગુનો બને છે ત્યારબાદ તેંમને ભૂલ સમજાય અને ખાતરી આપી કે હવે પછી કોઈ પણ રીતે શારીરિક/માનસિક ત્રાસ નહિ આપું અને ઝગડો નહિ કરીએ અને શાંતિ થી રહીશું, આમ અભયમ ટીમ ના અસરકારક કાઉન્સિલગ થી પારિવારિક ઝઘડાનું નું સુખદ સમાધાન કરવામાં સફળતા મળી હતી.

(11:20 pm IST)